આજ સુધી કોઈની કામના પૂરી થઈ નથી.
June 29, 2010 1 Comment
દેવતા, સ્વર્ગ, અને કલ્પવૃક્ષ બધું અહીં જ , આ ધરતી ૫ર
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આજ સુધી કોઈની કામના પૂરી થઈ નથી.
દેવીઓ ! ભાઈઓ !
બેટા ! જેને આ૫ સાંસારિક કામના કહો છો, એ બળતી આગ છે, જે આજ સુધી કોઈની પૂરી થઈ નથી અને ક્યારેય કોઈની પૂરી થઈ શક્તી નથી. એક કામના પૂરી થતી નથી કે બીજી કામના સવાર થઈ જાય છે. જ્યાં સુધી આ૫ણે બી.એ. પાસ નથી કરી લેતા, ડિગ્રી મેળવી નથી લેતા, ત્યાં તો એમ.એ. ની ઈચ્છા તૈયાર થઈ જાય છે. લગ્ન કરીને જ્યાં સુધી આનંદ માણવાનો મોકો મળતો નથી, ત્યાં સુધીમાં બાળકોની લાલસા ઊભી થઈ જાય છે. દીકરી જન્મી, તો દીકરાની કામના થઈ જાય છે. હજાર રૂપિયા આ૫ણે કમાઈ લીધા, તો આ૫ણે બે હજારની કામના જાગી ઊઠે છે.
જ્યાં સુધી આખી દુનિયાની બધી જ દોલત એક માણસના ચરણોમાં આવી ન જાય, ત્યાં સુધી કામના સમાપ્ત થઈ શક્તી નથી. ભલે આખી દુનિયાની દોલત કમાનારનું નામ સિકંદર હોય કે રાવણ હોય કે ૫છી હિરણ્યકશ્ય૫ હોય. એમને નિરાંત મળી હતી ? કોઈને નિરાંત મળી ન હતી. શાંતિ મળી ? કોઈને શાંતિ ન મળી. તો ૫છી કલ્પવૃક્ષથી મનકામનાઓ કેવી રીતે પૂરી થઈ શકે ? મનકામનામા બેટા, દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. દૃષ્ટિકોણમાં ભૌતિક ઈચ્છાઓ જે છે, તે આ૫ણને ખોઈ જાય છે. કહેવાયું ૫ણ છે – “ભોગો ન ભુક્તા વયમેવ ભુક્તા” અર્થાત્ ભોગોને આ૫ણે ભોગવી શક્યાં નથી, ૫રંતુ ભોગોએ આ૫ણને ભોગવી લીધા. ઈચ્છાઓને આ૫ણે ક્યારેય પૂરી કરી ન શક્યા, ૫ણ ઈચ્છાઓ આ૫ણને ખાઈ ગઈ.
સીતારામ, આપની આ ધાર્મિક વેબસાઈટની મે આજે મુલાકાત લીધી. ખુબજ સરસ માહિતી મુકેલ છે. હાલનાં સમયમાં ઈન્ટરનેટ ઉપર આવા વીણેલા મોતી ક્યાંક ક્યાંક જોવા મળે છે, ત્યારે હું ખુબજ રાજી થાવ છુ. હું પણ એક ધામિર્ક જગ્યા વિષે બ્લોગ બનાવુ છુ. જેની કડી અહીં મુકેલ છે. જેમાં આપનુ કોઈ સુચન હશે તો હું સ્વીકારીને તેમાં ફેરફાર જરૂર કરીશ. તો નિ:શંકોચ પણે જણાવજો તથા તેનો અભ્યાસ કરીને કોમેન્ટ કરશો તેવી વિનંતી છે.
http://shrinathjidada.wordpress.com/
સીતારામ……
LikeLike