પુષ્પ માલા-૯ : યુગ ઋષિની અમર વાણી
June 29, 2010 Leave a comment
યુગ ઋષિની અમર વાણી :
વિચારશક્તિ વિશ્વની સૌથી મોટી શક્તિ છે. તેણે જ મનુષ્ય દ્વારા આ ઊબડખાબડ દુનિયાને ચિત્રશાળા જેવી સુસજ્જિત અને પ્રયોગશાલા જેવી સુનિયોજિત બનાવી છે. વિનાશ કરવો હશે તો પણ તે જ કરશે. તેને દીન, હીન, અને દયનીય સ્થિતિમાં પડી રહેવા દેવાની જવાબદારી પણ તેની જ છે. ઉન્નતિ કે પતનની અધિષ્ઠાત્રી પણ તે છે. આજની વસ્સ્તવિકતા જોતાં આજે કરવા યોગ્ય કામ એક જ છે – લોકમાનસનું શુદ્ધિકરણ. આનું જ બીજુ નામ વિચારક્રાતિ છે. આધ્યાત્મિક ભાષામાં આને જ જ્ઞાન યજ્ઞ કહે છે.
પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ યુગ ઋષિની અમર વાણી નવમું પુષ્પમાળા છે. આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.
પ્રતિભાવો