પુષ્પ માલા-૧૧ : જ્ઞાનયજ્ઞનો પ્રકાશ..
July 1, 2010 Leave a comment
જ્ઞાન યજ્ઞમાં તમે પણ આહુતિ આપો.
સમસ્ત સંકટોનું એક માત્ર કારણ છે – માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય. તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે. યુગઋષિ યુગદ્રષ્ટાશ્રી પંડિત શ્રીરામ શર્મા આચાર્યના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. સદ્દજ્ઞાન જ આપણા માનસિક કુવિચારોનો ઉપચાર છે.
પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ ‘પ્રજ્ઞા લઘુ પુસ્તકમાળા ’ અગીયારમું પુષ્પમાળા છે. આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.
પ્રતિભાવો