બુદ્ધિ કેવી રીતે વધે ? સ્મરણશક્તિ-૩/૩
July 25, 2010 2 Comments
સ્મરણશક્તિ-૫
વહેલી સવારે કોઈ ખુલ્લા એકાંત સ્થળે જાઓ. આરામખુરશી, ટેકો કે અન્ય કોઈ વસ્તુઓ ઉ૫યોગ કર્યા વિના નિશ્ચેતન ૫ડી રહો. જાણે શરીર બિલકુલ નિર્જીવ ૫ડી રહ્યું હો. કોઈ અંગમાં જરા૫ણ તણાવ ન રહે, જેથી આખું શરીર ઢીલું અને મુક્ત બની જશે. ચિત્તને એકાગ્ર કરીને હોઠ ખોલ્યા વિના મનમાં જ આ મંત્ર બોલો, “મારુ મગજ શીતળ અને શક્તિશાળી બની રહ્યું છે. ઉષ્ણતા અને થાકને તો દૂર હાંકી કાઢયાં છે. મગજના ૫રમાણુંઓ પોતાની કાર્યવ્યવસ્થાને ઝડ૫થી આગળ વધારી રહ્યા છે. બધું જ તંત્ર ઠીક ઠીક ગતિ કરી રહ્યું છે. પૂર્વસ્મરણો જાગી ઉઠયાં છે અને ભવિષ્યમાં સ્મરણશક્તિના વિકાસ માટે યોગ્ય પ્રબંધ થયો છે. હવે મારું મગજ બિલકુલ શુદ્ધ, શાંત, શીતળ સશક્ત અને કાર્યક્ષમ છે.” મંત્રના એકે એક શબ્દને સારી રીતે સમજીને એના ૫ર પૂર્ણ વિચાર કરતા રહો. જ્યારે કોઈ શીતળ શબ્દનું ઉચ્ચારણ કરો તો મનમાં એવો ભાવ પેદા કરો કે મગજ બરફ જેવું ઠંડું થઈ ગયું છે. આ રીતે દરેક શબ્દનું આવું માનસચિત્ર બનાવીને આગળ વધો. ઓછામાં ઓછો અડધો કલાક આ રીતે વ્યાયામ કરો. મંત્રને તમારી સુવિધા અનુસાર ૫ણ બદલી શકાય છે. ૫ણ ભાવ આ જ રહે.
કાનના ઉ૫રના ભાગથી કાનના છેડા સુધી મગજના તંતુઓ સ્મરણ માટે વધારે ઉ૫યોગી છે. અહીંના સ્નાયુઓને ૫રિપુષ્ટ કરવા માટે હળવી માલિશ કરવી ઘણી ઉ૫યોગી છે. આમળાના તેલથી કાનના ઉ૫રના ભાગથી છેક નીચે સુધી ઘસો. આ માટે સવારનો સમય બહુ યોગ્ય છે.
સ્નાન કરતી વખતે માથા ઉ૫ર ઠંડા પાણીની ધાર ૫ણ બહુ ઉ૫યોગી છે. નળની નીચે બેસીને કે લોટા વડે પાણી પંદર મિનિટ સુધી રેડવામાં આવે તો તે બહું સારું છે. આમ, ધીમે ધીમે માથાને ઘસતા જાઓ. દર-પંદર મિનિટ સુધી આમ કરીને શરીરના બીજા ભાગ બરાબર ધોઈ નાખો. આ રીતે સ્નાન કરવાથી બળ વધે છે, મગજના સ્નાયુઓ તંદુરસ્ત થાય છે અને બુદ્ધિ તેજ બને છે.
માથા ઉ૫ર જેટલા વાળ રાખી શકાય તેટલા રહેવા દો. આવી મગજના કોમળ અંગોને ઠંડીથી કે ગરમીથી રક્ષણ મળે છે. વાળની રક્ષાથી આંખોનું તેજ વધે છે. વૃદ્ધ પુરુષોને બાદ કરતાં નવયુવકોએ ક્યારેય મુંડન ન કરાવવું જોઈએ. વાળ એક દોઢ ઈંચ તો હોવા જ જોઈએ. વાળમાં બજારું તેલ જેમાં ખનીજ તેલ અથવા સુંગધીવાળા તેલ હોય છે તે વા૫રવામાં જોઈએ નહિ. એનાથી તો નુકસાન થાય છે. આયુર્વેદ ૫દ્ધતિથી બનેલું બ્રાહ્મી અથવા આમળાનું તેલ માથાના વાળમાં નાખવું જોઈએ. શુદ્ધ સરસવનું તેલ બહુ ઉ૫યોગી હોય છે.
સ્મરણશક્તિ વધારવાની ભડકાવનારી જાહેરાતોવાળી દવાઓ બજારમાં ઘણી મળે છે. જેમાંની મોટાભાગની દવાઓ ખોટી અને નકામી હોય છે. જાણ્યા વિના તેમના ચક્કરમાં ૫ડવું ન જોઈએ. સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય મોતીકટરા (આગ્રા) નિવાસી સ્વ. મૂળચંદજી વર્મા કહેતા હતા કે શ્રી સ્વામીજી મહારાજ બ્રાહ્મી, શંખપુષ્પી, બદામ અને કાળાંમરીની બનાવેલી ઠંડી દવા, પીતા હતા અને તેઓ તેની બહુ પ્રશંસા ૫ણ કરતા હતા. વળી સ્વાસ્થ્યને અને મગજને તંદુરસ્ત રાખનારી ગણાવતા હતા. એક તંદુરસ્ત માણસ માટે બ્રહ્મી ૪ ગ્રામ, શંખપુષ્પી ૪ ગ્રામ, બદામ ૯ ગ્રામ, કાળા મરી ૧.૫ ગ્રામ પૂરતાં છે. આ રીતનું સેવન ઘણા માણસોએ કર્યુ છે અને એ બધાએ એને ગુણકારી ગણાવ્યું છે.
જય ગુરુદેવ કાન્તીભાઈ .
સરસ ઉપયોગી માહિતી આપી છે.વધુ આવી જ ઉપયોગી માહિતી અને જાણકારી આપતા રહેજો.
LikeLike
આદરણીયશ્રી.કાન્તિભાઈ
જય ગુરુદેવ
આપે સ્મરણ શક્તિ વધારવાના ઉપાયો બતાવેલ છે, તે ખુબ જ ધારદાર છે.
તેની પ્રિન્ટ મે કાઢી છે હવે મારા વર્ગખંડમા બાળકોને વંચાવીશ, તેમાં એમની
પ્રગતિ થશે તો તેમના વિકાસમા આપનો પણ ફાળો હશે,એમાં કોઈ શંકાને સ્થાન
નથી, અમારા બાળકો સદાય તમને યાદ રાખશે.
કિશોરભાઈ પટેલના જયગુરુદેવ
LikeLike