ત્રીજા વર્ષમાં મંગલપ્રવેશ :
August 7, 2010 3 Comments
ત્રીજા વર્ષમાં મંગલપ્રવેશ :
ગુજરાતી બ્લોગજગત સમક્ષ ઋષિ ચિંતનના સાંનિધ્યમા, જેતપુર દ્વારા ‘ગાયત્રી જ્ઞાનયજ્ઞ’ આરંભાયો તેમાં અમૃતરૂપ વિચારોને બે વર્ષના ટુંકા ગાળામાં કુલ ૧૬૭૫ પોસ્ટથી આ૫ના સુધી ૫હોંચાડવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
“ગાયત્રી જ્ઞાનયજ્ઞ” ની તા. ૨૭ – ૦૬ – ’૧૦ના રોજ દ્રીતીય વર્ષગાંઠ ઉજવાયેલ..
પોસ્ટ–આર્ટીકલ્સ વાઈઝ કેટેગરીઝ – આ જ્ઞાનયજ્ઞમાં જે કંઈ પ્રગટ થયું તેને વિષય વાર મૂકવામાં આવે તો તે નીચે મુજબ અલગ અલગ કેટેગરીમાં વહેંચાયેલ છે.
ઋષિ ચિંતનના સાનિધ્યમા, (ગાયત્રી જ્ઞાનમંદિર – જેતપુર) દ્વારા ‘જ્ઞાનયજ્ઞ’માં ક્રાંતિકારી પુસ્તકાલય (ફ્રી ડાઉનલોડ), બીજા વર્ષ દરમિયાન પ્રસાદીરૂપ જે અમૃતપાન કરાવવામાં આવ્યું તે બધું જ દ્રીતીય વર્ષગાંઠ નિમિત્તે “ગાયત્રી જ્ઞાન યજ્ઞ” દ્વારા ગુજરાતી વેબજગતને અર્પણ કરવામાં આવ્યું હતું.
મારી આ નિષ્ઠાપૂર્વકની ચેષ્ટાના સુફલ રૂપે દેશ વિદેશનાં અનેક વાચકોએ ૧૬૭૫ જેટલી એ પોસ્ટ્સનું સાત્ત્વિક, ચિંતનાત્મક અને જ્ઞાનદાયક વાચન ઉત્સાહ અને પ્રેમપૂર્વક વધાવી લીધું છે. ગયા એક વર્ષ દરમિયાનના આ વાચકોની સંખ્યા ૧૪,ર૩૭ હતી, જે વધીને બીજા વર્ષમાં ૫૧૦૦૦ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે એ સૌ તરફથી ગાયત્રી જ્ઞાનમંદિરને દક્ષિણારૂપે જ જાણે ન હોય, તેમ ઈ-મેઈલ તથા કોમેન્ટ્સ દ્વારા ઉત્સાહવર્ધક એવી ગતિશીલ પ્રેરણાનો સ્ત્રોત સતત પણ વહેતો રખાયો હતો ! આ જ કારણસર બે વર્ષનો સમયગાળો કેમ પૂરો થયો તેનો ખ્યાલ જ ન રહ્યો. જોતજોતામાં તો આ સુખદ અનુભવ આપનારું વર્ષ વીતી પણ ગયું ! આપ સૌ સ્નેહી વાચકજનો, મિત્રોનો ગાયત્રી જ્ઞાનમંદિર-જેતપુર તરફથી અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ…
આજે ત્રીજા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક અભિયાનરૂપ ગાયત્રી જ્ઞાનયજ્ઞમાં દરરોજ પ્રસાદ સ્વરૂપે બે પોસ્ટ (આર્ટિકલ) મૂકવામાં આવશે, જેને નિયમિત૫ણે ઈ–મેઈલ દ્વારા મેળવવા માટે સબસ્ક્રાઈબ્ડ કરવા સૌને જણાવવામાં આવે છે.
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
યુગક્રાંતિના ઘડવૈયાની કલમેથી લખાયેલ
પ્રેરણા દાયક સદ્દવિચારોના ફ્રીમા લવાજમ અવશ્ય ભરો..
આ બ્લોગને આરંભથી જ અનેક વાચકો, સહયોગીઓ, મિત્રો, અને શુભેચ્છકો દ્વારા પ્રસાર અને પ્રચારાર્થે જરૂરી સલાહસૂચનો મળતાં જ રહ્યાં છે જે આ જ્ઞાનયજ્ઞનું વિશેષ સફળ પાસું દર્શાવે છે.
આ સૌની સહભાગીદારીને લીધે વધુને વધુ લોકો સુધી અમારો સંદેશ પહોંચાડવામાં અમને કિંમતી મદદ મળેલી છે. તો સાથે સાથે આ બ્લોગ અને તેની વિવિધ સામગ્રીને અ૫ગ્રેડ કરવામાં પણ કેટલાક બ્લોગર્સ મિત્રોનો સાથ અમૂલ્ય સહકાર મળ્યો છે, આ સહયોગીઓના ઉલ્લેખ વિના આ લખાણ અધૂરું જ ગણાય. તેઓનાં તથા તેમના બ્લોગનાં નામો આ પ્રમાણે છે –
ભરતભાઈ સુચક, GUJARATI -ગુજરાતી ગૃપ
નિલેશ વ્યાસ નિપ્રા બ્લોગ એગ્રીગેટર
સંજય ગોંડલિયા વાહ ! ગુજરાત
સોનલબેન વૈદ્ય. ફોર એસ વી-સંમેલન
જીજ્ઞેશ અધ્યારૂ અક્ષરનાદ
ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી
આ સૌનો હું આ ખાસ સમય સંદર્ભે આભાર માનું છું. તો જે જાણ્યા અજાણ્યા સાહિત્યપ્રેમીઓએ ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુરના બ્લોકની મુલાકાત લીધી અને નિયમિત રીતે ઈ-મેઈન દ્વારા દરેક આર્ટીકલ્સ પોતાને મળે તે માટે સબસ્કાઈબ્ડ કરવામાં આવેલ તથા નિયમિત૫ણે વિચાર ક્રાંતિ અભિયાનમાં કોઈને કોઈ રૂપે ભાગ લેવામાં આવ્યો છે તે બદલ તે સૌ મિત્રોનું હું હાર્દિક અભિવાદન કરું છું.
ને, આમ, આખરે તો આ બ્લોગ જ ગુજરાતી વેબજગતને, એની દ્રીતીય વર્ષગાંઠ નિમિત્તે, અર્પણ કરું છું.
આ૫ સૌ મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો એટલું જ નહિ પણ આ૫ના અમૂલ્ય પ્રતિભાવો પણ આપતા રહેશો. કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે દરેક આર્ટીકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પણ પ્રયત્ન કરશો તો ખરેખર જીવન ધન્ય બની જશે. હું તો આ૫ની સમક્ષ દરેક આર્ટીકલ એક પોસ્ટમાસ્ટરની મારફત પહોંચાડવા મથી રહ્યો છું અને રહીશ. આ૫ ૫ણ આ૫નાં સ્નેહી–સંબંધી–મિત્રોને માહિતગાર કરશો, તો મારી આ મહેનતને હું સફળ ગણીશ.
આપનો, જ્ઞાન વિતરક,
– કાંતિભાઈ કરસાળા.
E mail : karshalakg@gmail.com
જય ગુરૂદેવ શ્રી કાતીભાઈ
ત્રીજા વર્ષમાં મંગલપ્રવેશ માટે આપને ખુબ ખુબ અભિનદન અને હાર્દિક શુભેચ્છાઓ
તમે ખુબજ સરસ ગુરુજીના વિચારો નો ફેલાવો કરો છે અને આ શુભ વિચારો નું માધ્યમ આપણા ગુજરાતી પરિવાર માંથી કરો છો એના માંટે તમારો ખુબ ખુબ આભાર પરમાત્મા તમારા આ ભગીરથ કાર્યમાં તમને સફળતા અપાવે એવી પ્રભુ પાસે પ્રાથના
LikeLike
જય ગુરૂદેવ કાન્તીભાઈ
ત્રીજા વર્ષમાં મંગલપ્રવેશ માટે આપને હાર્દિક શુભેચ્છાઓ .
http://rupen007.feedcluster.com/
LikeLike
શ્રીકાન્તિભાઈ
આ દૈવી યજ્ઞ કાર્યમાં આપનો સહયોગ અનેકના જીવનમાં
નવિન સંચાર કરેછે,ત્રીજા વર્ષના મંગલ પ્રવેશે ખૂબખૂબ
શુભેચ્છાઓ. આ જ્યોત વિશ્વકલ્યાણ કાજે જલતી રહે એવા
પ્.પૂ.ગુરુદેવ શ્રી રામશર્મઆચાર્યજીના મા ગાયત્રીની કૃપાથી
આશીષ સદા વરસતા રહે એવી અંતર પ્રાર્થના.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike