જાગરણ-શયનની સાધના
August 12, 2010 Leave a comment
સાધનામા પ્રાણ આવી જાય તો ઉત્તમ કામ થઈ જાય
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
જાગરણ-શયનની સાધના
મિત્રો, એને પ્રાણવાન કેવી રીતે બનાવવી ?
પ્રાતઃકાળની સંઘ્યા અને સાયંકાળની સંધ્યાની હું એક બીજી રીત આ૫ને બતાવી શકું છું, જે છે તો સરળ, ૫ણ ખૂબ ફાયદાકારક છે. મેં હજારો વખત અભ્યાસ કરેલો છે. એ શું છે ?
જ્યારે આ૫ સવારે જાગો, સવારે જેટલા વાગે આ૫ની આંખ ખૂલે તે સમયે આ૫ ઉપાસના કરો.
એટલે કે આ૫ની આંખ સાડા ત્રણ વાગે ખૂલે છે, તો આ૫ એ વખતે માની લો કે મારી ઉંઘ પૂરી અને જાગૃતિ શરૂ.
અમારી રાત પૂરી અને દિવસ શરૂ. જ્યારે આ૫ની આંખ ખૂલે તે સમયને આ૫ સંઘ્યાનો સમય માનો, એવી રીતે સાયંકાળની સંઘ્યા જ્યારે આ૫ સૂવા જાવ અને ઉંઘ આવવાનું શરૂ થાય તે સમયે કરો.
આ બે સંઘ્યાઓ આ૫ના માટે બરાબર છે. સૂરજવાળો સમય કદાચ આ૫ને અનુકૂળ ન જણાય. તે વખતે અમારે બહુ કામ હોય છે. અમને ઉંઘ મોડેથી આવે છે.
સાંજે અમે દુકાન ચલાવીએ છીએ. ઠીક છે, ૫ણ આમાં આ૫ને કોઈ ફરિયાદ હોઈ શક્તી નથી. આથી આ૫ આંખ ખૂલતાં જ પ્રાતઃકાલીન સંધ્યા અને સૂતી વખતે સાયંકાલીન સંધ્યા કરો. હું ઈચ્છુ છું કે આ૫નામાં જેટલા અહીં આવ્યા છે, જેમણે અનુષ્ઠાન કર્યું છે, તેઓ બંને સંઘ્યાઓ ચાલુ રાખે.
પ્રતિભાવો