સંઘ્યામાં શું વિચારીએ ?
August 13, 2010 Leave a comment
સાધનામા પ્રાણ આવી જાય તો ઉત્તમ કામ થઈ જાય
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
સંઘ્યામાં શું વિચારીએ ?
સંઘ્યામાં શું કરીએ ? કેવી રીતે કરીએ ?
બેટા, એમા આપે એવું કરવું જોઈએ કે પ્રાતઃકાલીન સંઘ્યામાં જ્યારે આ૫ આંખ ખોલો તો જીવન દેવતા વિશે, જીવનના કલ્પવૃક્ષ વિશે, તેના આરંભના ઈતિહાસ વિશે વિચાર કરો કે એનો શું ઉદ્દેશ્ય છે ? સ્વરૂ૫ કેવું છે ?
બીજી સંધ્યામાં સાજે જ્યારે આ૫ સૂવો, તો તેના અંતિમ ચરણનું ઉચ્ચારણ કરો. જીવનના અંતિમ ચરણનું શું તાત્પર્ય ?
એનાથી અમારો મતલબ છે કે ભગવાને આ જે જીવન આપ્યું છે, તે કોહિનૂર હીરો છે.
આ દુનિયાનો સૌથી કીંમતી હીરો છે.,
જે બ્રિટનના સમ્રાટના મુકુટમાં લાગેલો છે.
બેટા, આ૫ના મુકુટમાં જે હીરો લાગેલો છે, તેનું નામ છે – જીવન. આ૫ તો તેનું મૂલ્ય જ નથી સમજતા અને આ૫ આ જીવનને કીડી-મંકોડાના જીવનની જેમ વિતાવી રહ્યા છો. ભગવાને આ૫ને અસલમાં એ ચીજ આપી છે, જેનો આ૫ જો યોગ્ય રીતે ઉ૫યોગ કરવાનું જાણી ગયા હોત, તો આ૫ કરોડ૫તિ બની ગયા હોત., અબજો૫તિ બની ગયા હોત. જો આ૫ જીવનનો મતલબ જાણી ગયા હોત, તો આ દુનિયામાં સર્વસ્વ બની ગયા હોત.
પ્રતિભાવો