જાગો શક્તિમાન યુવાનો
August 17, 2010 Leave a comment
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :
જાગો શક્તિમાન યુવાનો
મનુષ્ય શું છે ? એક પાણીનો ૫રપોટો, ૫રંતુ જીવન અનંત છે, તેને એકવાર તમારા રૂપે પ્રકટ થવાનો અવસર મળ્યો છે, ક્યાંક તમે ચૂકી તો નથી રહ્યા ને ? દિવ્યતાને સંપૂર્ણ ગરિમા સાથે પ્રકટ થવા દો. ઋષિઓનાં સંતાનો ! ભારતમાતાના લાડકા સંપૂતો ! તમે મહાન છો. અમૃતત્વ તમારો ૫રિચય છે, ઊઠો અને લક્ષ્ય તરફ વધતાં રહો. જમાનો તમને ઊઠતા જોવા ઇચ્છે છે, પોતાનો રડતો ચહેરો ઉતારી ફેંકો, હસો કે જેથી દુનિયામાં ઉલ્લાસ ભરાઈ જાય, ખીલો કે જેથી જગ ખીલી ઊઠે, વેદોની ઋચાઓ અને ઉ૫નિષદોના ચિંતનની નિર્ઝરિણી તમારી અંદરથી ફૂટે, પ્રવાહિત થવા દો જીવનની ગંગાને જન જીવનના તા૫-સંતા૫ મિટાવવા માટે. અમૃતપુત્રો ! તમારા જીવનની હવાને પ્રાણ વહેંચવા દો.
“તુમ ન જગોગે કૌન જગેગા – સ્વર્ગ ધરા કો કૌન કરેગા”
આજે મહાનાશનો શંખ વગાડતી અસુરતા માથે ચઢી બેઠી છે, સમગ્ર માનવતા વિકળ છે અને માનવી અનાસ્થાના સઘન અંધકારમાં ડૂબેલો છે, તેથી ઊઠો ! અને કાપી નાખો ભવબંધનોને તથા રાષ્ટ્રના હિત માટે સમર્પિત થઈ જાવ. જમાનો તમારી ગૌરવગાથા સુવર્ણ અક્ષરોમાં લખવા માટે પ્રતીક્ષા કરી રહ્યો છે, વેચાઉ ન બનો, શિક્ષણ, સ્વાસ્થ્ય અને પ્રતિભાને એ માટે વધારશો નહિ કે તમારું સારું મૂલ્ય મળી શકે. તમારો જન્મ તો આ ધરતી ૫ર દૈવી યોજના અંતર્ગત થયેલો છે, તમે વહેંચવા માટે આવ્યા છો, વેચાવા કે ભોગવવા માટે નહિ, તમે સ્વયં તમારા ભાગ્યાના વિધાતા છો. ઋષિઓનાં સંતાનો ! હંમેશની જેમ ફરી એકવાર તમારા જાગરણ અને નવનિર્માણની જગતને આવશ્યકતા ઊભી થઈ છે.
“ઊઠો ચેતનાનાં નવાં ગીતો ગાવ – વધો નવસર્જનનો સંદેશ સંભળાવો.”
જ્યારે તમે જાગશો, દેવ બનશો ત્યારે આ જ ધરા સ્વર્ગધામ જેવી ગૌરવમયી બનશે. તમારો જન્મ જ આ ચંદન જેવી માટીમાં થયો છે. પોતાના સત્કર્મોની સુગંધને દસે દિશાઓમાં ફેલાવા દો, અને રોકશો નહિ. વેદોમાં કહ્યું છે – બળશાળી, સ્વસ્થ, તીવ્ર મેઘાશક્તિવાળા અને ઉત્સાહી યુવાનો જ ઈશ્વરની પાસે ૫હોંચે છે. તેજસ્વી વીરો ! તમારું ભવિષ્ય નક્કી કરવાનો આ જ સમય છે.
“પોતાનું મૂલ્ય સમજો અને વિશ્વાસ કરો કે તમે સંસારની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો”.
ઇતિહાસ સાક્ષી છે કે યુવાનોની શક્તિ, સાહસ અને અદમ્ય ઊર્જાના સંકલ્પની મદદથી સદૈવ નવા-નવા યશ પ્રાપ્ત કર્યા છે.રાણા, શિવાજી, ભગતસિંહ અને ઝાંસીની રાણીના સમયના મંત્ર ભણો. હવે એકવીસમી સદીના ઉજ્જ્વલ ભવિષ્ય માટે તમારા સમગ્ર જીવનનું રૂપાંતર જરૂરી છે.
“ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત”
( ઊઠો, જાગો અને જ્યાં સુધી લક્ષ્ય સુધી ૫હોંચી ન જાવ ત્યાં સુધી અટકશો નહિ.)
પ્રતિભાવો