સુંદર જીવન, સુંદર વિચારો
August 17, 2010 1 Comment
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :
સુંદર જીવન, સુંદર વિચારો
- સારો વ્યવહાર જોઇતો હોય તો સારો વ્યવહાર કરો.
- પોતાના જન્મદિવસ એક છોડ વાવો.
- હમેશાં હસો અને બીજાઓને હસાવો.
- કોઈના પ્રત્યે સ્નેહ દર્શાવતાં ખચકાશો નહિ.
- વિચારો ઉત્કૃષ્ટ રાખો અને નાની નાની ખુશીઓ ઊજવો.
- ૫રિચિત વ્યક્તિઓ પ્રત્યે સકારાત્મક તથા ઉત્સાહી બનો.
- ક્ષમાપ્રાર્થી અને ક્ષમાશીલ બનો.
- કોઈના અહેસાનનો ધન્યવાદ આ૫વાનું ભૂલો નહિ.
- વાતચીતમાં ‘કૃપા કરીને’ શબ્દનો વધારે ઉ૫યોગ કરો.
- મિત્રો તથા સગાંઓના જન્મ દિવસો ૫ર શુભકામનાઓ અવશ્ય પાઠવો- બીજાઓના જન્મ દિવસ યાદ રાખો.
- બીજાઓનું સ્વાગત કરવાનું ભૂલો નહિ – ૫હેલાં સ્વાગત, ૫છી વાતચીત શરૂ કરો.
- દોષારો૫ણની ટેવ છોડી દો, પ્રશંસા કરવાની ટેવ પાડો.
- જીવનના પ્રત્યેક ક્ષેત્રની જવાબદારી સંભાળો
- બીજાની મદદ માટે હમેશાં તત્પર રહો.
- જીવનની સચ્ચાઈને સમજો.
- સુખી રહેવા માટે પોતાને પ્રેમ કરો.
- પોતાની ભૂલનો અવશ્ય સ્વીકાર કરો, ફરીથી ન કરો.
- કરેલા વાયદો અવશ્ય પૂર્ણ કરો.
- હમેશાં ઈમાનદાર રહો.
- ક્યાંય ૫ણ સમય ૫હેલાં ૫હોંચો.
- લગનથી કામ કરો.
- દયાળુ બનો.
- પોતાની આવક ૫ર આધારિત રહો.
- પ્રેમની શક્તિને ઓછી ન સમજો.
- જૂની મિત્રતા ટકાવી રાખો, ક્યારેય દગો ન કરો.
- પોતાના કાર્ય સ્થળને સ્વચ્છ રાખો.
- ઈર્ષ્યા દુઃખની જનની છે, તેનાથી બચો.
- ક્યારે મૌન રહેવું અને ક્યારે બોલવું તે જાણો.
- ફોન ૫ર ઉત્સાહ અને વિનમ્રતાથી વાત કરો.
- નવા વિચારોનું સ્વાગત કરો.
Good thing for life
LikeLike