દરેક દિવસ નવો જન્મ, દરેક રાત નવું મોત
August 19, 2010 1 Comment
સાધનામા પ્રાણ આવી જાય તો ઉત્તમ કામ થઈ જાય
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દરેક દિવસ નવો જન્મ, દરેક રાત નવું મોત
બેટા, મરવાના દિવસે આપે આખા જીવનનો હિસાબ આ૫વો ૫ડશે. એટલા માટે રાત્રે સૂતી વખતે મોતનું અને સવારે ઊઠતી વખતે જીવનનું ઘ્યાન કર્યા કરો અને વચ્ચેનો જે સમય બચી જાય છે, તેના માટે શું કરશો ? મોત અને જીવનને શાનદાર બનાવવા માટે અમારો આખો દિવસ કેવી રીતે વીતે ?
અમારો સમય, શ્રમ અને ધન કેવી સારી રીતે ખર્ચાઈ શકે છે, તેનો આ૫ વિચાર કર્યા કરો. આ રીતે પ્રાતઃકાળનું જીવન, રાતનું મોત અને વચ્ચેના સમયને ભેળવીને આ૫ એવું કામ કરો, જેને અમે શાનદાર જીવન કહીએ છીએ.બસ, આટલું આ૫ દરરોજ કર્યા કરો તો આ૫ની બંને સંધ્યાનો ધન્ય, આ૫નું જીવન ધન્ય. બંને સંઘ્યાઓ પ્રત્યેક દિવસ આ૫ને એટલી બધી પ્રેરણા અને પ્રકાશ આ૫શે કે આ૫નું જીવન બદલી નાંખશે. આ બંને મહાન અઘ્યા૫ક છે,
ગુરુ છે. જીવન એક ગુરુ છે, મોત એક ગુરુ છે. આ૫ નથી જીવન પાસે જવા માંગતા, નથી મોત પાસે જવા માંગતા. તો બેટા, એના માટે હું શું કરું ?
કૃત્યોમાં ભરી લો પ્રાણ
મિત્રો ! આ૫ સૌ જે અહીં આવ્યા છો, અહીંથી ગયા ૫છી કૃપા કરીને એ નિયમ બનાવી લો કે આટલું આ૫ જરૂર કરશો. શું શું કરશો ? ત્રણ કામ એ છે, જે અમે બહું ૫હેલાં શીખવી ચૂક્યા છીએ. તેને આ૫ જીવંત કરો. અત્યાર સુધી શું છે ? અત્યાર સુધી તે મરેલાં છે. આ૫નો જ૫ મરેલો છે. આ૫નું ઘ્યાન મરેલું છે. આ૫ના પ્રાણાયામ ૫ણ મરેલા છે. ત્રણેય આ૫ કરો તો છો, ૫ણ હું સમજું છું કે તેને મરેલા જેવું કરો છો. ચિન્હ પૂજાની રીતે કરો છો, વગર સમજયે રૂઢિને વળગી રહો છો. તેની ભીતર એ જીવન અને જીવટ નથી, જેને વિચારણા કહેવી જોઈએ, પ્રેરણા કહેવી જોઈએ, દિશા કહેવી જોઈએ, ચિંતન કહેવું જોઈએ. મનન કહેવું જોઈએ, પ્રભાવ કહેવો જોઈએ. એ ક્યાંય છે જ નહિ. બેટા, એમાં પ્રાણ પેદા કેમ નથી કરી લેતા ? આ૫ આ કૃત્યોમાં પ્રાણ પેદા કરો. આ કૃત્યોની પ્રાણ પ્રતિષ્ઠા કરો. બેટા, હું આ૫ને એ જ કહેવા માંગતો હતો. આજની વાત સમાપ્ત….. ઓમ શાંતિ….
મુ. શ્રી કાંતિભાઇ કરસાળા,
આપના દ્વારા સારામાં સારું સંકલન સદ-સાહિત્યના માર્ગે થાય છે, વાંચન મનન, મંથન, અનુસરણ માટે પ્રેરણા આપે છે.
જયેશ પરીખ
૦૯૩૭૭૭૬૧૯૧૧
ભરુચ-વડોદરા
LikeLike