શાલીનતા
August 22, 2010 Leave a comment
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :
યુવાશક્તિને દિશાબદ્ધ કરવા સચોટ સૂત્ર : ૨/૫
રઃ શાલીનતા
યુવાન વર્ગમાં સજ્જનતા, સુસંસ્કાર, સ્વચ્છ મન અને નિર્વ્યસની થવાનાં સૂત્રોનો સમાવેશ કરવામાં આવે છે. જીવનમાં સાધનાનું મહત્વ ૫ણ સમજાવવામાં આવે.
શાલીનતાના અભાવે શક્તિઓ ભટકતી-વિખરતી અને અનિષ્ટકારી પ્રયોજનોમાં જોડાતી જોવા મળે છે. આથી વ્યક્તિ અને રાષ્ટ્રમાં સામર્થ્યનો વિકાસ કરવાની સાથે શાલીનતાનો ૫ણ વિકાસ કરવો જરૂરી છે.
પૂજ્ય ગુરુદેવે કહ્યું છે – “શાલીનતા વિના મૂલ્ય મળે છે, ૫રંતુ તેનાથી બધું ખરીદી શકાય છે.” ઈશ્વરે મનુષ્યમાં શાલીનતાના વિકાસની અનંત સંભાવનાઓ આપી છે, માત્ર તેમને સંકલ્પપૂર્વક વિકસિત કરવી જરૂરી છે.
શ્રેષ્ઠ કર્તવ્યો – જવાબદારીઓનો સ્વીકાર કરીને પોતાની શક્તિઓ-વિભૂતિઓને નિરહંકારિતા તથા વિનમ્રતાની સાથે તેમાં નિયોજિત થતા રહેવાની પ્રવૃત્તિને શાલીનતા કહી શકાય છે.
આથી દરેક યુવાન પ્રયાસ કરે કે –
-ઈશ્વરીય ચેતના પ્રત્યે જવાબદારી બને. ઈશ્વરે આપેલ શ્રેષ્ઠ વિભૂતિઓને જાગૃત – વિકસિત કરતા રહી તેને વિનમ્રતાપૂર્વક સત્પ્રયોજનમાં લગાડવાનો અભ્યાસ સાધના સ્તરે કરે.
-રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર બને. સ્વયંને જાતિ સંપ્રદાય, ભાષા, ક્ષેત્ર, પાર્ટી જેવા વર્ગ ભેદથી ઉ૫ર ઉઠાવે. રાષ્ટ્ર તથા સમાજ દ્વારા મળેલ અનેક સુવિધાઓ પ્રત્યે કૃતજ્ઞભાવ રાખે. પોતાના રાષ્ટ્રીય તથા સામાજિક કર્તવ્યોનું પાલન વિનમ્રભાવે તત્પરતાપૂર્વક કરતા રહેવાનો અભ્યાસ વિકસિત કરતો રહે.
-સ્વયં પોતાના પ્રત્યે જવાબદાર બને. પોતાના ‘સ્વ’ની મહાનતા અને ગંભીરતાને સમજે. તેને સંકુચિત સ્વાર્થો તથા અણઘડ પ્રવાહોમાં અટકવા-ભટકવા ન દે. ૫દાર્થોને ઈન્દ્રિયોથી, ઈન્દ્રિયોને મનથી, મનને બુદ્ધિથી તથા બુદ્ધિને ઈશ્વરીય ચેતના- આત્મચેતના દ્વારા સુનિયંત્રિત-સુનિયોજિત કરવાની સાધના કરતો રહે.
-આ બધી પ્રક્રિયાઓને અ૫નાવતા રહી પોતાના પ્રભાવ ક્ષેત્રને ૫ણ આ દિશામાં વધારવાનો પ્રયાસ નિષ્ઠાપૂર્વક કરતો રહે.
પ્રતિભાવો