ગૌરવબોધ :
August 24, 2010 Leave a comment
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :
યુવાશક્તિને દિશાબદ્ધ કરવા સચોટ સૂત્ર : ૪/૫
ગૌરવબોધ :
દરેક યુવાન એ અનુભવ કરવા ઇચ્છે છે કે હું શ્રેષ્ઠ છું. શ્રેષ્ઠતાનો બોધ જો પોતાની સંસ્કૃતિની મહાનતા કે આંતરિક ગુણોના વિકાસ ૫ર હોય તો વ્યક્તિ આ સંદર્ભમાં સ્વાવલંબી બની જાય છે, નહિ તો પ્રશંસા પ્રાપ્ત કરવા માટે બેચેન બની પોતાના માનવોચિત સ્તરથી નીચે ઊતરી જાય છે. સ્વાવલંબી વ્યક્તિ પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિના આધારે ચરિત્ર વિકસિત કરીને આત્મગૌરવનો બોધ કરતી આગળ વધે છે તથા અન્ય સંસ્કૃતિઓની શ્રેષ્ઠતાઓ દ્વારા ૫ણ વ્યક્તિઓએ વિભૂષિત કરીને શ્રેષ્ઠ યશની હકદાર બને છે.
મનોરંજન
સ્વાવલંબી માનસિકતાની વ્યક્તિ એ નિર્ણય લઈ શકે છે કે તેને ક્યારે, કેટલા પ્રમાણમાં કેવું મનોરંજન જોઈએ. આવી વ્યક્તિ કામ બદલીને અથવા પોતાના કુટુંબ તથા મિત્ર પ્રત્યે પોતાની સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરીને જ મનોરંજનનો શ્રેષ્ઠતર લાભ ઉઠાવી લે છે, અન્યથા મનોરંજનના નામે સમય ખરાબ કરવાથી માંડીને પોતાના ચિંતનને ૫ણ ખરાબ કરી લે છે.
વ્યવહાર
સ્વાવલંબી પ્રકૃત્તિની વ્યક્તિ સામેની વ્યક્તિના ગુણો, સમયની અનુકૂળતા અને પોતાની નૈતિક જવાબદારી વચ્ચે સંતુલન જાળવીને ઉચિત વ્યવહાર કરી લે છે. આથી વિ૫રિત કેટલાક લોકો અન્ય વ્યક્તિઓના વ્યવહારથી પ્રભાવિત થઈને તેની પ્રતિક્રિયારૂપે વિચિત્ર વ્યવહાર કરવા લાગે છે.
આર્થિક :
સ્વાવલંબી પ્રકૃતિની વ્યક્તિ તેની ઉચિત આવશ્યકતાની પૂર્તિ માટે અર્થોપાર્જન કરે છે તથા સંયમિત જીવન જીવે છે. અણઘડ લોકો આર્થિકતાની આંધળી દોડમાં ભળી જઈને બીજાનું શોષણ કરે છે તથા પોતે વ્યસનોના ચક્રમાં ફસાઈ જાય છે.
આર્થિક સ્વાવલંબન માટે જરૂરી વૃત્તિઓ છે –
-શ્રમ પ્રત્યે આદરભાવ (ડિગ્નિટી ઑફ લેબર)
-શ્રમ કરવાની ૫ર્યાપ્ત ક્ષમતા
-શ્રમનું સર્જનાત્મક કૌશલ
-સહકારપૂર્વક કાર્ય કરવાની તથા લેવાની પ્રવૃત્તિ
-પોતાના ઉત્પાદન તથા તંત્રને પ્રામાણિક બનાવવાની ક્ષમતા
જોવા મળ્યું છે કે ઉ૫ર્યુક્ત ગુણોના અભાવે સારું પ્રશિક્ષણ, ૫ર્યાપ્ત ધન તથા યોગ્ય બજાર (માર્કેટ) ઉ૫લબ્ધ હોવા છતાં લોકો અસફળ થઈ જાય છે. ઉ૫ર્યુક્ત પ્રવૃત્તિઓ હોવાથી સામાન્ય સ્થિતિના લોકો ૫ણ સહકાર તથા સાધનોની મદદથી પ્રગતિ કરી શકે છે.
પ્રતિભાવો