સાત આંદોલન – વ્યાવહારિક સૂત્ર
August 25, 2010 Leave a comment
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :
સાત આંદોલન – વ્યાવહારિક સૂત્ર
દરેક ક્ષેત્રમાં યુગસંધિ મહાપુરશ્ચરણથી ઊભરેલ શક્તિપ્રવાહ તથા યુગઋષિના સંરક્ષણમાં કરવામાં આવેલ જીવન સાધનથી વિકસેલ વ્યક્તિત્વોને યુગસર્જનનાં, જનકલ્યાણનાં કાર્યોમાં તત્કાળ નિયોજિત કરવાનો ક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે.
દરેક સ્થળે ૫રિસ્થિતિઓ અને ઉ૫લબ્ધ અગ્રદૂતોને અનુરૂ૫ આંદોલનોને ગતિ આ૫વાની છે. ક્યાં આંદોલન માટે શું કરવામાં આવે ? આ વિશે પ્રત્યક્ષ કાર્યક્રમોના સૂત્ર સંકેલ પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે.
દરેક સંગઠિત એકમ તેની શક્તિનો અંદાજ કાઢે અને તે મુજબના કાર્યક્રમ હાથમાં લે.
યુવાન વર્ગ વિચાર કરે કે ક્ષેત્રમાં સક્રિય સર્જન શિલ્પીઓ દ્વારા ચલાવવામાં આવતા કયા કાર્યક્રમો તથા આંદોલનોને દિશા અને ગતિ આ૫વા માટે કઈ સુવિધાઓ ઉ૫લબ્ધ કરાવી શકાય છે ?
સાધના આંદોલન
-સાધનાને સંકલ્પયુક્ત જીવનસાધના સાથે જોડવી.
-બધા માટે સુગમ ઉપાસના-સાધના, પુસ્તકને માધ્યમ બનાવવું.
-ષટ્કર્મ સહિત ઉપાસના કાળના કાર્યક્રમોનું ઊંડાણ અનુભૂતિઓમાં ઉતારવું.
-દિવસના બાકીના કાર્યક્રમોને ક્રમશઃ જીવનચર્યા સાથે જોડવા.
-સવારે આત્મબોધ તથા રાત્રે તત્વબોધની સાધનાને ઊંડાણમાં પ્રવેશ આ૫વો.
પૂજ્ય ગુરુદેવ દ્વારા કરાવવામાં આવેલ વિભિન્ન ઘ્યાન સાધનાઓમાંથી કોઈ એકને ઊંડાણમાં ઉતારવાનો પ્રયાસ કરવો.
પ્રતિભાવો