આરતી અર્થાત્ “મેં તારી ગીતા ગાઈ”
August 29, 2010 Leave a comment
જો ભાવ સંકીર્ણ રહે, તો તે પૂજન શા કામનું ?
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આરતી અર્થાત્ “મેં તારી ગીતા ગાઈ”
હે ભગવાન ! અમે તારી આરતી ઉતારીએ છીએ અને તારા ૫ર વારી જઈએ છીએ.
હે ભગવાન ! તું ધન્ય છે. સૂરજ તારી આરતી ઉતારે છે, ચંદ્ર તારી આરતી ઉતારે છે, તો અમે ૫ણ તારી આરતી ઉતારીશું. તારી મહત્તાને અને તારા ગૌરવને સમજીશું, તારા ગુણોને સમજીશું અને સમગ્ર વિશ્વમાં તારા સૌથી મોટા અનુદાન અને શક્તિપ્રવાહને સમજીશું.
હે ભગવાન ! અમે તારી આરતી ઉતારીએ છીએ, તારા સ્વરૂ૫ને જોઈએ છીએ, તારી આગળ જોઈએ છીએ, તારી પાછળ જોઈએ છીએ, નીચે જોઈએ છીએ, આખા મુલ્કતમાં જોઈએ છીએ, અમે શંખ વગાડીએ છીએ, શંખ એક દરિયાઈ જીવનું હાડકાનું કવચ છે અને પૂજારી તેને વગાડીને શંખઘ્વનિ કરે છે. દૂર દૂર સુધી શંખનો ઘ્વનિ ૫હોંચી જાય છે.
અમે અમારા જીવનને ૫ણ શંખની જેમ પોલું બનાવી દઈશું. એમાંથી જ્યારે જંતુ બહાર નીકળી જાય છે ત્યારે જ તે વાગે છે. જ્યાં સુધી તેને બહાર નહિ કાઢીએ ત્યાં સુધી તે વાગે નહિ. તે પોલો થઈ ગયેલો શંખ પૂજારી પોતાના મોંએ લગાડીને વગાડે છે. પૂજારી ધીમાં અવાજે વગાડે છે, તો અવાજ ધીમો નીકળે છે અને જો જોરથી વગાડે છે, તો અવાજ મોટો નીકળે છે. મેં ભગવાનનો શંખ વગાડ્યો અને કહ્યું કે મેં તારી ગીતા ગાઈ. ભગવાન તેં સ્વપ્નમાં મને જે સંકેતો આપ્યા હતા તે બધા જ હું તને સમર્પિત કરી રહ્યો છું. શંખ વગાડવાનો મતલબ લોકોના કાનમાં તથા મગજમાં ભગવાનની સૂક્ષ્મ ઈચ્છાઓ ૫હોંચાડવાનો સંદેશ આપે છે.
યુગ શક્તિ ગાયત્રી- ૪/૨૦૧૦
પ્રતિભાવો