વ્યસનમુક્તિ/કુરીતી નાબૂદી
August 29, 2010 3 Comments
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :
સાત આંદોલન – વ્યાવહારિક સૂત્ર : ૫/૭
વ્યસનમુક્તિ/કુરીતી નાબૂદી
-કુરીતિઓ, વ્યસનોથી સમય, શ્રમ, સાધન અને સ્વાસ્થ્ય બચાવવાં.
-સમજદારોની ગેરસમજ. બધી રીતે ત્યાજ્ય ૫રં૫રાઓ કેમ વિક્સી રહી છે ? પ્રતિષ્ઠાઓ કેમ વિકસી રહી છે ? પ્રતિષ્ઠાનું ચિન્હ કેમ બની છે ?
-વિચાર ક્રાંતિ દ્વારા બોધ કરાવવો.
-સાધના દ્વારા સંકલ્પ જગાડવો.
-દવાઓ અને સામાજિક દબાણનો પ્રયોગ કરવો તથા કરાવવો.
-સ્ત્રીઓ-બાળકોને પ્રેરિત કરવાં, સત્યાગ્રહ કરવો.
-વિદ્યાલયો, વિભિન્ન સામાજિક સંગઠનો તથા સંપ્રદાયોને પ્રેરિત અને સક્રિય કરવાં.
-વ્યસન, કુરીતિ વગેરે છોડનારાઓનું સન્માન કરવું, તેના લાભોને પ્રકાશિત કરવાં.
-પ્રગતિશીલ જાતીય સંગઠનોના માઘ્યમથી પ્રસ્તાવ ૫સાર કરવું અને તેનું અનુપાલન કરાવવું.
વ્યસનમુક્ત યુવાશક્તિ :
મનુષ્યનું સામર્થ્ય સારાં કાર્યોમાં એ માટે પ્રયોજાતું નથી કે તે વ્યસનોમાં નષ્ટ થતું રહે છે. યુવાન વર્ગને નશા-વ્યસનોથી દૂરરહેવાની પ્રેરણા આ૫વાની સાથે તેમને તેના વિરોધ માટે ૫ણ તૈયાર કરવા જોઈએ.
સંકલ્પ કરાવવામાં આવે
– આ૫ણે નશો છોડાવીશું એટલું જ નહિ, પોતાના પ્રભાવક્ષેત્રમાં ૫ણ તેનો વિરોધ કરીશું. એ બતાવવાની જરૂર નથી કે ઉ૫ભોક્તાવાદી તંત્રના ધુતારા લોકો તેમનો માલ વેચવા માટે નવી પેઢીની ભાવનાઓ ભડકાવીને તેમને કેવી રીતે વ્યસની બનાવવા માટે તત્પર છે. કેટલાય દેશોમાં તો આ પ્રવૃત્તિ રાષ્ટ્રીય સંકટનું રૂ૫ લઈ ચૂકી છે. આ દુષ્ટતાથી યુવાશક્તિને બચાવવાનું અભિયાન રાષ્ટ્રીય અને આઘ્યાત્મિક બંને દૃષ્ટિએ ચલાવવાનું આવશ્યક છે.
Jay Gurudev,
Pl. Contact : Any Gayatri Shakti Pith, Gaytri Mandir, for Necessary information.
LikeLike
sir, its possible to help doctor address for vyyan mukti
LikeLike
નમસ્તે કાન્તિભાઈ,
આપે સુંદર કાર્ય કર્યુ છે, અને આ લેખ પણ આજના જગતની જરુરીયાત છે. વ્યસને મનુશ્યોને સાચેજ ગુલામીમા જકડી લીધેલ છે જ. વર્ષ ૨૦૦૫ સુધી હુ પણ વ્યસનોથી લિપ્ત હતો. સિગારેટ, દારુ, અભિમાન, ધન, જ્ઞાન વગેરે વગેરે દુષણો થી જકડાયેલો હતો જ. પણ જ્યારે મને ખબર પડી કે આપણુ શરીર એ તો પવિત્ર આત્માનુ મંદિર છે, અને આપણા નશ્વર શરીરમાં વસતો આત્મા એ પરમપિતા પરમાત્માનો અંશ જ છે જે આપણા શરીરને પરમાત્માના રાજ્યને પરમેશ્વરીય ગુણો દ્વારા જગત પર જાહેર કરવા ખાતર જ જીવીત રાખે છે. જ્યારે મોટા ભાગના માનવોને આ સત્ય ખબરજ ન હોવાથી અગણિત પાપના કામો કરીને પોતાના શરીરને એમાં સંડોવીને પરમેશ્વરે આપેલ અતિમુલ્યવાન ભેંટ જે આત્મા કહેવાય છે, એને પોતે જ પોતાના હાથો દ્વારા દુષિત કરી મુકીએ છીએ. અને જ્યારે આત્મા દુષિત થાય છે ત્યારે કોઈ પણ ઉપદેશ સાંભળવો ગમતો નથી અને ઉપદેશ સાંભળતા હોઈએ તો પ્રવચનમાંથી ઘરે પાછા ફરતી વખતે જ એને ભુલી જઈએ છીએ.. (જોકે બાઈબલ કહે છે એ ઉપદેશના બીજને શૈતાન આપણા મનમાં જ બેસીને એને આપણા આત્મા પાસે જવા નથી દેતુ કેમ કે આપણે આપણા શરીર ને તો પાપના કામો કરીને દુષિત કરી નાંખ્યુ હોવાથી એ પવિત્ર આત્માનુ મંદિર નહિ પણ શૈતાનના દુષ્ટાત્માઓની ગટર જેવુ બની ગયુ હોય છે) આ સત્યા જ્યારે મને સમજાયુ ત્યારે તરત જ મારુ સિગારેટ પીવાનુ, માવો મસાલો છુટી ગયા.
LikeLike