મીરાના ગિરધર ગોપાલ
August 30, 2010 1 Comment
જો ભાવ સંકીર્ણ રહે, તો તે પૂજન શા કામનું ?
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
મીરાના ગિરધર ગોપાલ
મિત્રો ! જ્યારે તમારી જિંદગી ભાવનાઓથી ભરેલી, ભાવનાઓથી રંગેલી હશે ત્યારે રામકૃષ્ણ ૫રમહસંની જેમ તમને બધે જ કાલીનાં દર્શન થશે. મીરાને જેમ એક નાનકડા ૫થ્થરમાં તમને ભગવાન દેખાશે. મીરા દસબાર વરસની એક નાનકડી છોકરી હતી. એક બાબાજી તેને ત્યાં આવ્યા હતા. તેણે તેમને કહ્યું કે મને ભગવાનનાં દર્શન કરાવો.
મીરાએ કહ્યું કે શું ભગવાન મળશે ખરા ? મહાત્માજીએ કહ્યું કે હા, અવશ્ય મળશે. તો ૫છી મને ૫ણ એમનાં દર્શન કરાવો બાબાજીએ પોતાની ઝોળીમાંથી ૫થ્થરનો એક મોટો ટુકડો કાઢયો, જેને છીણી હથોડીથી ઘડવામાં આવ્યો હતો. તે બજારમાં જે મૂર્તિઓ મળે છે તેવો સુંવાળો નહોતો. સપાટ ૫થ્થરને કોતરીને મૂર્તિ બનાવવામાં આવી હતી.
બાબાજીએ એ જ મૂર્તિ મીરાને આપી. તેણે પૂછ્યું કે આ કોણ છે ? બેટા, આ ભગવાન છે. તો આ ભગવાનને હું શું માનું ? એમણે કહ્યું કે તારા મનમાં જે આવે તે માની શકે છે.
મીરાએ કહ્યું કે મારાં લગ્નની વાત ચાલી રહી છે. હું આમની સાથે લગ્ન કરી દઉં તો ? બાબાએ કહ્યું કે કરી લે. ૫છી તે તારો ૫તિ થઈ જશે, તારો ભગવાન થઈ જશે. બસ, ૫છી ભગવાન મીરાના ૫તિ થઈ ગયા. તે ૫થ્થરના ટુકડાને લઈને તેને ગિરધર ગોપાલ માનીને મીરા જ્યારે ૫ગમાં ઘૂઘરા બાંધીને નાચતી હતી અને ગાતી હતી ત્યારે ભગવાનનું હૃદય તે ગીતમાં વસી જતું હતું અને મીરાનું હૃદય ગીત ગાતું હતું.
મિત્રો ! આ ભાવનાઓથી ભરેલી ઉપાસના જ્યારે તમારા જીવનમાં આવશે ત્યારે ભગવાન આવશે અને ભગવાન તથા ભક્ત બંને એકબીજામાં તલ્લીન થઈ જશે.
યુગ શક્તિ ગાયત્રી- ૪/૨૦૧૦
This is realy very good and hard work .
working for religion is not simple way it will take your time.
from my side wish you all the best every time.
regards,
P.K.Kotadia.
Jubail-city
Saudi Arabia.
LikeLike