નારી જાગરણ આંદોલન
August 30, 2010 Leave a comment
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :
સાત આંદોલન – વ્યાવહારિક સૂત્ર : ૬/૭
નારી જાગરણ આંદોલન
– આ બધાં આંદોલનો સ્ત્રીઓ તેમના બળે ચલાવે તે રીતે વિકસિત કરવી.
– સ્ત્રીને તેના આત્મગૌરવનો બોધ કરાવવો, આત્મવિશ્વાસ જગાડવો.
– સોનું, ચાંદી વગેરેની બેડીઓથી સ્ત્રીને મુક્ત કરવી.
– નારી જ નિર્માત્રી છે એવો વિશ્વાસ તથા કૌશલ જગાડવું.
– દીકરા-દીકરીને વિકાસ તથા પ્રેમના સમાન અવસર-હક આ૫વા.
– દીકરી-વહુનું અંતર મટે, નારીની નારી પ્રત્યેની સંવેદના જાગે, તેનામાં સહકારનો ભાવ જાગે.
– સ્ત્રી સ્વયં વધે. પુરુષ, દીકરી, બહેન, ૫ત્ની, માતા વગેરેને પ્રેરિત કરે. ઘરનાં કામ હળવાં કરે, વિકાસનો અવસર આપે, સહાયક બને.
– ક્ષેત્રીય નારી સંગઠન નારી સમાજને પીડા તથા ૫તનની સ્થિતિમાંથી ઉગારવામાં સક્ષમ બને.
– દરેક સ્થળે એવાં સાર્થક આયોજન કરવામાં આવે જેની સંપૂર્ણ વ્યવસ્થા સક્ષમ સ્ત્રીઓ સંભાળે. પુરુષ વર્ગ અપ્રત્યક્ષ રૂપે સક્રિય સહકાર આપે.
-જાગૃત નારી બાળકોમાં શરૂઆતથી જ સંસ્કારોનું સિંચન કરે.
પ્રતિભાવો