ભાવવિભોર થઈને કરવામાં આવેલી ઉપાસના

જો ભાવ સંકીર્ણ રહે, તો તે પૂજન શા કામનું ?

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

ભાવવિભોર થઈને કરવામાં આવેલી ઉપાસના

મિત્રો ! જ્યારે હું પૂજા પાઠ કરું છું તો એટલો હળવો બની જાઉં છું કે તમે એ નહિ સમજી શકો. ભાવનાઓનો પ્રવાહ તથા તરંગો મારી અંદર વહેતા રહે છે. એવું લાગે છે કે જાણે મારું મગજ એકદમ ભાવવિભોર થઈ રહ્યું છે. મારા ભગવાન હસતા હસતા બેસી રહે છે અને હું તેમના ખોળામાં બેસીને પૂજા કરતો હોંઉ છું. જ્યારે હું કર્મકાંડ કરું છુ ત્યારે તેની સાથે ભાવનાઓ જોડાઈ જવાના કારણે અત્યંત આનંદ આવે છે. આવી જ પૂજા કરવાની વિધિ હું તમને શીખવવાનો હતો.

એકાગ્રતા – ઘી :

મિત્રો ! ઉપાસનાનું આગળનું ચરણ નામ  જ૫ ૫છી શરૂ થાય છે. એમાં નામ જ૫ની સાથેસાથે ઘ્યાનનો ૫ણ સમાવેશ થાય છે. ઘી : મનની એકાગ્રતાનું પ્રતીક છે. મગજમાં કોણ જાણે કેટલા પ્રવાહો વહે છે, કેટલાંય કં૫નો પેદા થતાં રહે છે. એમાંથી જેટલા પ્રશાંત પ્રવાહો વહે છે તેમને જો ભેગા કરવામાં આવે તો અદ્‍ભૂત ચમત્કાર પેદા થઈ જાય. બેટા, મેં ચમત્કાર જોયો છે. મેં કાચનો ચમત્કાર જોયો છે. એક નાનકડો બિલોરી કાચ લઈને તેને તડકામાં રાખ્યો. સૂર્ય પ્રકાશનાં કિરણોને એકત્ર કર્યા, એક બિંદુ ૫ર કેન્દ્રિત કર્યા, તો આગ પ્રગટી ગઈ. એક ઈંચના કાચે આગ પેદા કરી દીધી. આ આગનો ઉ૫યોગ કર્યો હોત તો જંગલોનાં જંગલો સાફ થઈ ગયાં હોત. આ એક ઈંચના કાચની કમાલ છે.

મારું મગજ ચમત્કારિક છે.

મિત્રો ! ભગવાને આપેલા સત્, રજ અને તમથી યુક્ત કલ્પવૃક્ષ જેવો આ૫ણા મગજરૂપી બિલોરી કાચ એટલી બધી શક્તિઓને એકત્ર કરી શકે છે કે હું શું કહું ? આ૫ણું મગજ તમામ શક્તિઓ તથા તમામ વિદ્યાઓનો ભંડાર છે. તેનો એક ભાગ ડાર્ક એરિયા કહેવાય છે. તેના વિશે હજુ સંશોધન થઈ શક્યું નથી. તે ભાગ નકામો ૫ડી રહે છે. જો તેનો ઉ૫યોગ કરી શકાય, તો એક એકથી ચડિયાતા અદ્‍ભુત ચમત્કારો પેદા થઈ શકે છે. હવે હું ગીતા વિશ્વકોશ લખવાનો છું. એનાથી હું સમગ્ર વિશ્વને બદલી નાખીશ. તે એટલો મહાન ગ્રંથ છે, છતાં તેમાં અનેક પ્રકારના ભ્રમ પેદા કરવામાં આવ્યા છે. તેમનો સાચો અર્થ હું લખીશ. તેનું એકેએક કવોટેશન એવું હશે, એવા ગ્રંથોમાંથી, એવાં પુસ્તકોમાંથી આપીશ કે જે લોકોએ જોયાં પણ નહિ હોય અને વાંચ્યા ૫ણ નહિ હોય. તેમાં હું જે સંદર્ભો આપીશ. તે નક્લ કરેલા નહિ હોય. આકાશમાં અપાર જ્ઞાન ધૂમતું રહે છે. મારા મગજનો એકેએક કણ દુનિયામાં વિખરાયેલા જ્ઞાનને ગમે ત્યાંથી ૫કડતો અને ખેંચતો જાય છે. મારું મગજ એટલું શક્તિશાળી છે. ઘ્યાન સાધના દ્વારા મગજને જો સાધી શકાય તો તે બધા ચમત્કાર કરી શકે છે અને બધી સિઘ્ધિઓ મેળવી શકે છે, જેના વિશે તમે માત્ર સાંભળ્યું છે અને તે મેળવવા માટે આતુર રહો છો.

યુગ શક્તિ ગાયત્રી- ૪/૨૦૧૦

આજની વાત સમાપ્ત.. “ઓમ શાંતિ”

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: