૪૬. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૫૧/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૫૧/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

શ્રદ્ધાં દેવા યજમાના વાયુગોપા ઉપાસતે । શ્રદ્ધા હૃદય્ય યાકૂત્યા શ્રદ્ધયા વિન્દતે વસુ II (ઋગ્વેદ ૧૦/૧૫૧/૪)

ભાવાર્થઃ શ્રદ્ધા હૃદયની ઉચ્ચ ભાવનાનું પ્રતીક છે. તેના દ્વારા મનુષ્યનું આધ્યાત્મિક જીવન સફળ થાય છે અને તે ધન પ્રાપ્ત કરીને સુખી બને છે.

સંદેશઃ શ્રદ્ધા આપણા જીવનની સૌથી વધુ કોમળ, મધુર અને સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે. જીવનમાં પ્રગતિનાં ત્રણ સોપાનો છે. શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ. શ્રદ્ધાથી દરેક કામ શક્ય બને છે. વિશ્વાસ મુશ્કેલ કાર્યને પણ સરળ બનાવી દે છે અને પ્રેમ તો તેને સૌથી વધુ સરળ બનાવી દે છે. જીવનમાં આ ત્રણ સદ્ગુણોને ધારણ કરીને આચરણમાં ઉતારવાથી આપણો જીવનરૂપી માર્ગ તમામ પ્રકારની મુશ્કેલીઓ અને કષ્ટોથી મુક્ત થઈ જાય છે. શ્રદ્ધાળુ મનુષ્ય દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે.

તુલસીદાસજીએ પણ પોતાના ઇષ્ટદેવની વંદના “શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ” કહીને જ કરી હતી તથા ‘રામચરિત માનસ ‘ જેવા મહાન લોકોપયોગી ગ્રંથને લખવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. મીરાએ શ્રદ્ધાના બળે જ પથ્થરમાંથી ભગવાન પેદા કર્યા હતા, જેઓ મીરાના ઝેરને સ્વયં ગટગટાવી ગયા હતા. રામકૃષ્ણ પરમહંસજીએ શ્રદ્ધાથી જ પોતાના હાથે જમવા માટે મહાકાલીને લાચાર કરી દીધાં હતાં.

શ્રદ્ધાથી ઓતપ્રોત બનેલો મનુષ્ય પોતાના જીવનમાં જે કંઈ કાર્ય કરે છે તેમાં તેને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાનો સથવારો એ મનુષ્યના જીવનનો સૌથી મોટો સથવારો છે. માતા, પિતા તથા ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, ધર્મ અને સદાચાર પ્રત્યેની શ્રદ્ધા તથા પોતાના કર્મ પ્રત્યેની શ્રદ્ધા આપણા જીવનની પ્રગતિના મુખ્ય આધાર છે. એમના દ્વારા જ મનુષ્યનો આત્મવિકાસ થાય છે અને સંકલ્પમાં દઢતા ઉત્પન્ન થાય છે. શ્રદ્ધાથી આળસ તથા પ્રમાદ ડરીને દૂર ભાગી જાય છે અને સંપૂર્ણ મનોયોગ દ્વારા સંક્લ્પ પૂરો કરવાનો માર્ગ મોકળો બની જાય છે.

શ્રદ્ધાની સામે સફળતા તથા સંપત્તિનો દંભ પણ ભાંગીને ભુક્કો થઈ જાય છે. ભલે ગમે તેવી વિપત્તિ હોય અને ગમે તેટલી વિષમ પરિસ્થિતિઓ હોય તો પણ તે આપણા માર્ગમાં ક્યારેય બાધક બની શકતી નથી.

શ્રદ્ધા અને વિશ્વાસના સંયોગ દ્વારા મનમાં પ્રસન્નતાનો જન્મ થાય છે. પ્રસન્ન હૃદયવાળો મનુષ્ય એવા પ્રચંડ સૂર્ય જેવો હોય છે કે જેનાં કિરણો અનેક લોકોના હૃદયના અંધકાર પર વજ્રની જેમ તૂટી પડીને તેને દૂર કરી દે છે અને તેમને પ્રસન્નતાથી ભરી દે છે. પ્રસન્નતા એવું ચંદન છે કે બીજાઓના માથા પર તેને લગાવવામાં આવે તો આપણી આંગળીઓ આપોઆપ જ સુગંધિત થઈ જશે.

આપણે હંમેશાં આપણા હૃદયમાં શ્રદ્ધાની જ્યોતિ પ્રગટેલી રાખવી જોઈએ. શ્રદ્ધાની જ્યોતિ પ્રગટાવ્યા વગર આપણે કોઈ પણ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકતા નથી. આપણું જીવન શ્રદ્ધાથી ઓતપ્રોત થયેલું હોય એ જરૂરી છે. શ્રદ્ધાથી વેગળા રહીને આપણે કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહિ, પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા સાથે જ દરેક કાર્યને પરિપૂર્ણ કરવું જોઈએ. સંધ્યાપૂજન કરીએ તો તે પણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે. આપણા જીવનમાં પ્રત્યેક સમયે, પ્રત્યેક ક્ષણે અર્થાત્ ચોવીસેય કલાક શ્રદ્ધાદેવીનું જ સામ્રાજ્ય છવાયેલું રહેવું જોઈએ.

શ્રદ્ધાળુ બનવાથી ધન, બળ, વિદ્યા, બુદ્ધિ, યશ વગેરે બધું જ પ્રાપ્ત થઈ જાય છે, પ્રત્યેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. આપણે ક્યારેય પણ શ્રદ્ધાનો સારો ન છોડવો જોઈએ, પણ સાથે સાથે અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસથી દૂર રહેવું જોઈએ.આપણી વિવેકબુદ્ધિ વડે યોગ્ય અયોગ્યનો વિચાર કર્યા પછી જે યોગ્ય હોય તેને જ શ્રદ્ધાપૂર્વક માનીએ. વિચાર્યા વગર બીજાઓની દેખાદેખીથી કરવામાં આવતાં કાર્યો અંધવિશ્વાસ જ કહેવાય છે અને તે નુકસાનકારક પણ હોય છે.

શ્રદ્ધા દ્વારા જ આત્મબળ વધે છે

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to ૪૬. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૫૧/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

 1. Ramesh Patel says:

  ક્રોધ, ભય, ઈર્ષા, નફરત, વાસના, લોભ, દંભ, મોહ વગેરે મનોવિકારનો મેઘાબુદ્ધિની સાત્વિક અસરથી શાંત થઈ જાય છે.

  પ્રભુની કૃપા દ્વારા જ મેઘાબુદ્ધિનું વરદાન મળે છે. જે મનુષ્ય જેટલા પ્રમાણમાં ૫રમાત્માની સત્તા સાથે એકાકાર થવાનો પ્રયત્ન કરે છે તેટલા જ પ્રમાણમાં દૈવીગુણોની વૃદ્ધિ તેનામાં થતી રહે છે અને તેને સ્વર્ગીય આનંદની અનુભૂતિ થાય છે.

  મેઘાબુદ્ધિ જ આત્મબલને વધારે છે.
  ……………………………………
  કેટલું પ્રભાવ ભર્યું ઉપકારી ચીંતન અને મનન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: