૪૭. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૩/૧૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૩/૧૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

સ્વયંવાર્જિસ્તન્વં કલ્પયસ્વ સ્વયં યજસ્વ સ્વયં જુષસ્વ I મહિમા તેડન્ટેન ન સન્નશે II (યજુર્વેદ ૨૩/૧૫)

ભાવાર્થ : બીજાઓના આશીર્વાદ અથવા ઉપદેશ દ્વારા કોઈનું પણ ધ્યેય કદાપિ સિદ્ધ થઈ શકતું નથી. એના માટે તો પોતાના જ શરીર, મન અને આત્મા દ્વારા સત્કર્મો તથા પરોપકારનાં કાર્યો કરવાં પડે છે.

સંદેશ ભારતીય ધર્મ તથા મનુષ્યમાં દેવત્વની ભાવનાઓનું આજે જે રીતે પતન થયેલું જોવા મળે છે તેનું મુખ્ય કારણ એ છે કે કહેવાતા બ્રાહ્મણોએ ધર્મને પોતાનું પેટ ભરવાનું સાધન માત્ર બનાવી દીધો તથા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ધર્મનું વિકૃત સ્વરૂપ લોકોની સામે રજૂ કર્યું છે. તેમણે લોકોના મનમાં એવી જડ માન્યતા ઘુસાડી દીધી છે કે બસ, ભગવાનની મૂર્તિની પૂજા કરો, બ્રાહ્મણોની સેવા કરો, તેમને દાન દક્ષિણાથી ખુશ કરો, તો બધી જ ઇચ્છાઓ ફળીભૂત થઈ જશે. આવા બ્રાહ્મણો, જેઓ હંમેશાં અધાર્મિક આચરણ જ કરતા હોય તેમનો ઉપદેશ અને આશીર્વાદ શું મનુષ્યોને ભવબંધનમાંથી મુક્તિ અપાવી શકે ?

જો કોઈના આશીર્વાદ મળવાથી જ આપણું કલ્યાણ થઈ જતું હોત, તો આજે સંસારમાં કોઈ પણ દીનહીન કે દુઃખી જોવા ન મળત. આવા બધા વ્યર્થ વિચારોને કારણે જ લોકો આળસુ અને કર્મોથી વિમુખ બની જાય છે. પોતે તો કાંઈ કરતા જ નથી અને પોતાની અસફળતાઓના દોષનો ટોપલો ભગવાનને માથે નાખતા ફરે છે. પોતાના ભાગ્યને દોષ દે છે. બાવળનું ઝાડ વાવીને કેરી ખાવાની ઇચ્છા ક્યાંથી પૂરી થશે ?

વેદનું કથન છે કે મનુષ્ય જેવું વિચારે છે તેવો જ તે બની જાય છે. જે મનુષ્ય પોતાની જાતને નિર્બળ અને શક્તિહીન માને છે તેવા મનુષ્યને સંસારની કોઈ શક્તિ બળવાન બનાવી શકતી નથી. તેથી આપણી ભાવનાઓને બદલવાની અત્યંત જરૂર છે.ઉપદેશ અને આશીર્વાદથી મનમાં ઉત્સાહ અને તેજસ્વિતાની ભાવના જન્મ લે છે અને તે મુજબનો જીવનક્રમ નક્કી થવાથી સમગ્ર જીવન શ્રેષ્ઠતા અને પરાક્રમથી ઝળહળી ઊઠે છે. તેની અંતઃચેતના એ વિશ્વાસના આધારે વિકસિત થતી જાય છે કે પોતાને મળેલા આશીર્વાદ અને ઉપદેશની શક્તિ એનાં કાર્યોમાં સફળતા અપાવવા માટે હરહંમેશ સહયોગ આપતી રહેશે અને તેને લક્ષ્ય સુધી પહોંચાડી દેશે. તેવા લોકો બમણા ઉત્સાહથી કાર્ય કરવામાં લાગી જાય છે.

આશીર્વાદ આપવો એ એક ગૌરવયુક્ત જવાબદારી છે. સમર્થ અને સક્ષમ મનુષ્યને આશીર્વાદ અને ઉપદેશ આપવાનો અધિકાર છે. આશીર્વાદ આપતી વખતે પાત્ર અને કુપાત્રનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. જો મનુષ્ય પોતે કંઈ જ ન કરે અને માત્ર ભગવાન, ગુરુ કે બ્રાહ્મણના આશીર્વાદથી જ પોતાની ઇચ્છાઓ પૂરી કરવાની આશા રાખીને બેસી રહે, તેના જેવો મોટો મૂર્ખ બીજો કોણ હોઈ શકે ? ધૃતરાષ્ટ્રે પણ મહાભારતના યુદ્ધ પહેલાં અર્જુનને “વિજયીભવ” ના આશીર્વાદ આપ્યા હતા, પરંતુ દુર્યોધન પોતાનો પુત્ર હોવા છતાં તેને ‘વિજયીભવ’ના આશીર્વાદ માગવા છતાંય આપ્યા ન હતા.

ઉપદેશ અથવા આશીર્વાદ માત્ર પુરુષાર્થને બળવાન કરવાનું જ કાર્ય કરે છે. આશીર્વાદ આપનાર પ્રત્યે જો આપણી સાચી શ્રદ્ધા હોય તો આપણા મનમાં જવલંત ઉત્સાહ જાગૃત થાય છે અને કાર્યની સફળતા માટેનો પૂર્ણ વિશ્વાસ પેદા થઈ જાય છે. આ રીતે આશીર્વાદથી આપણું શરીર, મન અને આત્મા એકરસ થઈને સત્કર્મો તથા પરોપકારનાં કાર્યોમાં લાગી જાય છે અને આપણામાં દેવત્વની ભાવનાનો વિકાસ થાય છે.

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: