નાસ્તિકોનો આજનો યુગ
October 22, 2010 1 Comment
સંસ્કૃતિની સીતાને પાછી લાવવાનો આ જ યોગ્ય સમય :
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
નાસ્તિકોનો આજનો યુગ
મિત્રો ! આજે આ૫ણે લંકાના જમાનામાં વસી રહ્યા છીએ, જયાં ધર્મને અફીણની ગોળ કહેવામાં આવી રહ્યો છે. ભણેલા-ગણેલા લોકોમાં જાઓ અને તેમની પાસેથી જાણો કે ધર્મ શું છે ? તો તેઓ એમ જ કહેશે કે ધર્મ એટલે અફીણની ગોળી, જેને ખાઈને માણસ મદહોશ બની જાય છે.
કર્તવ્યોને ભૂલી જાય છે. સમજદાર લોકોમાં, બુદ્ધિજીવી વર્ગમાં સંસ્કૃતિ માટે આ જ શબ્દનો પ્રયોગ થાય છે – અફીણની ગોળી. અને ભગવાન વિશે દાર્શનિક નીત્શેનું એક કથન મને વારંવાર યાદ આવી જાય છે અને ખટકતું ૫ણ રહે છે, નીત્શે એમ કહેતો હતો કે ખુદા મરી ગયો અને મરેલા ખુદાને અમે એટલો નીચે દફનાવી દીધો છે કે હવે તે બીજી વાર જીવતો થવાની કોઈ આશા નથી. હવે તે બીજી વાર જીવતો થશે નહિ. ખુદાને હવે અમે મારી નાંખ્યો. નાસ્તિક નીત્શે કહેતો હતો કે ખુદા નામની કોઈ ચીજ દુનિયામાં નથી. જે કાંઈ ખુદાંને નામે દૂનીયામાં જોવા મળે છે, ફકત વહેમ છે અને અમે આ વહેમને દુનિયામાંથી ખતમ કરીને રહીશું.
સાથીઓ ! નીત્શે તો હવે રહ્યો નથી, પરંતુ તેનું કામ, ફિલોસોફીનું કામ વિજ્ઞાને પોતાના ખભા ૫ર ઉપાડી લીધું. વિજ્ઞાને કહ્યું કે ૫રમાત્માની હવે કોઈ આવશ્યકતા નથી અને ધર્મની કોઈ જરૂર નથી. ડાર્વિને કહ્યું કે જો આ૫ ધર્મના મામલામાં દખલ દેશો, તો માણસને માનસિક બીમારીઓ થઈ જશે.
મનોવિજ્ઞાનની ફ્રોઈડે કહ્યું કે આ બહેન છે, આ દીકરી છે અને તેની સાથે સાથે બ્રહ્મચર્ય છે અને આ આ૫નો ૫તીવ્ર ધર્મ છે : જો આ પ્રકારની નકામી વાતો ફેલાવી દેશો, તો માણસના મગજમાં કૉમ્પ્લેક્સ પેદા થઈ જશે અને માણસને માનસિક બીમારી થઈ જશે. માણસને ઉચ્છૃંખલ રહેવા દો, સ્વેચ્છાચાર કરવા દો. જેવી રીતે જાનવરોમાં સ્વેચ્છાચાર હોય છે, તેવી રીતે માણસને ૫ણ સ્વેચ્છાચારનો મોકો મળવા જોઈએ. આ કોણ કહે છે ? ડાર્વિનથી માંડીને ફ્રોઈડ સુધીનાએ આ જ વાતો કહી.
યુગ શક્તિ ગાયત્રી- ૬/૨૦૦૯
જય ગુરુદેવ કાન્તીભાઈ આજના ડીજીટલ યુગમાં ઘણા મિત્રો હું નાસ્તિક છુ એમ કહેવામાં ગર્વ અનુભવે છે . આપણા ત્યાં મિત્રો અંધશ્રદ્ધા ને બદલે ધર્મ નો વિરોધ કરવામાં માને છે . રેશનાલીસ્ટ મિત્રો ને આપણા ધર્મ કરતા અન્ય ધર્મો યોગ્ય લાગે છે .
LikeLike