૪૯. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૪/૯/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૪/૯/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ઇદં વિદ્વાનાં જ્જન સત્યં વક્ષ્યામિ નામૃતમ । સનેયમશ્ચં ગામહમાત્માનં તવ પુરુષ || (અથર્વવેદ ૪/૯/૩)

ભાવાર્થ : સંસારની વિચિત્રતાને ધ્યાનમાં રાખીને હંમેશાં સત્ય બોલો અને આત્મબળ પ્રાપ્ત કરો.

સંદેશઃ પરમેશ્વરે સંસારને અનેક પ્રકારની વિચિત્રતાઓથી પૂર્ણ રીતે ભરી દીધો છે. પોતાના બુદ્ધિબળ દ્વારા માનવી આ રહસ્યોને પામવા માટેના પ્રયત્નો કરી રહ્યો છે. ‘અસતો મા સદ્ગમય’ અસત્યને છોડીને સત્ય તરફ આગળ વધવા માટેની તે ઇચ્છા કરી રહ્યો છે.

સંસારમાં સત્યની ખૂબ જ પ્રતિષ્ઠા અને મહિમા છે. સત્ય ખૂબ જ ઉત્તમ બળ અને શક્તિ છે. સત્યવાદી બનવાથી વધારે શ્રેયસ્કર બીજું કશું જ નથી. સત્યનો અર્થ છે – જે પદાર્થ જેવો છે તેને તેવો જ જાણવો અને બીજાઓની સામેપ્રગટ કરવો. શાસ્ત્રોએ સત્યને તપ અને ધર્મનું નામ આપ્યું છે. સત્યના અભાવમાં મનુષ્ય મનુષ્ય રહી શકતો નથી. અસત્યવાદીના મુખમંડળ પર તેજ ટક્યું નથી. સત્ય ન બોલનાર પરથી દરેકનો વિશ્વાસ ઊઠી જાય છે અને તેની પ્રતિષ્ઠા નાશ પામે છે. તેના મિત્રો પણ દુશ્મન બની જાય છે. મનુષ્ય હંમેશાં સત્ય બોલવાનું વ્રત લેવું જોઈએ, પરંતુ સાથે સાથે એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મનુષ્ય જે સત્ય બોલે તે કોઈને પીડા પહોંચાડે તેવું ન હોય. તે સત્ય બીજાઓના હૃદયને ઘા ન કરે, તે હિતકારી હોય અને સાથે સાથે પ્રિય પણ હોય.

‘સત્યમેવ જયતે નામૃતમ્’ – સત્યનો જય થાય છે, અસત્યનો કદાપિ નહિ. આ આપણા રાષ્ટ્રનું મહાન ધ્યેયવાક્ય છે. આપણા અંતઃકરણના ઊંડાણમાં જઈને આપણે જોવું જોઈએ કે આપણે આ વાક્યનું કેટલે અંશે પાલન કરી રહ્યાં છીએ.

સત્ય બોલવાથી મનુષ્ય સંસારનાં મોટામાં મોટાં પાપકર્મોથી બચી જાય છે અને સન્માર્ગનો સાચો મુસાફર બની જાય છે. સત્યમાં પ્રચંડ શક્તિ છે. સત્યનો મહિમા અપરંપાર છે. સત્ય સૌથી મોટો ધર્મ અને સ્વર્ગ માટેની સીડી છે. સત્ય જ તપસ્યા અને યોગ છે, સત્ય સૌથી શ્રેષ્ઠ યજ્ઞ છે. મહાભારતમાં તો એટલે સુધી કહેવામાં આવ્યું છે કે સત્યથી વધારે મોટો બીજો કોઈ ધર્મ નથી અને અસત્ય જેવું બીજું કોઈ મોટું પાપ નથી. આથી અસત્યને છોડીને સત્યને ધારણ કરો. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, સ્વામી દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધીએ સત્યના શ્રેષ્ઠ પ્રયોગો દ્વારા માનવતાને ગૌરવશાળી બનાવી દીધી છે.

સત્ય સ્વયં અગ્નિ છે. તેને આગ પણ અસર કરી શકતી નથી. “સાંચ કો આંચ નહિ,’ સત્યનો અગ્નિ દોષદુર્ગુણોને ભસ્મીભૂત કરી નાખે છે અને મનુષ્યના અંતઃકરણને શુદ્ધ, નિર્મળ અને પવિત્ર બનાવી દે છે. એટલા માટે જ અગ્નિને પાવકના નામથી ઓળખવામાં આવે છે. અસત્યવાદીના જૂઠા આક્ષેપોની સત્યવાદી ઉ૫૨ કોઈ જ અસર થતી નથી. પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે અથવા તો પછી માત્ર બીજાઓના દોષો શોધવાના આશયથી જૂઠું બોલવામાં આવે છે. આ બંને સ્થિતિમાં મનુષ્ય છેવટે પોતાના પતનનું કારણ બની જાય છે. બીજાઓના દોષ જોનાર અને કડવાં વચન બોલનાર મનુષ્ય સમાજની દૃષ્ટિએ નકામો બની જાય છે. આવા મનુષ્યોનું આચરણ પોતે જ તેમનો વિનાશ કરે છે.

સત્યનું આચરણ કરનાર મનુષ્ય જ સદાચારી હોય છે. તેવો મનુષ્ય હરહંમેશ શ્રેષ્ઠ માર્ગે આગળ વધતો રહે છે અને યશસ્વી, વર્ચસ્વી તથા તેજસ્વી બનતો જાય છે. તેની કીર્તિની ધજા હંમેશાં ફરકતી જ રહે છે. તેની આંખોમાંથી હંમેશાં દિવ્યદૃષ્ટિનાં કિરણો નીકળતાં રહે છે. દુરાચારી મનુષ્ય તેમનો સામનો કરવાનું સાહસ જ કરી શકતો નથી અને સદાચારી તેમની શીતળતાથી ભાવવિભોર બની જાય છે.

તેમની શીતળતાથી ભાવવિભોર બની જાય છે. આત્મબળથી પરિપૂર્ણ માણસ જ સત્યનું આચરણ કરી શકે છે.

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to ૪૯. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૪/૯/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

 1. શ્રીકાન્તીભાઈ,
  આજના નવલ પર્વે સહુ સાથે મળી વેદોનાદિવ્ય સંદેશને જીવનમાં
  ઉતારવાની પ્રેરણા લઈએ.
  જય ગાયત્રી માં. જય ગુરુદેવ. જય માતાજી.
  આપને તેમજ કુટુંબી જનોને નુતન વર્ષાભિનંદન.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: