ધાર્મિક મર્યાદાઓ : વૈજ્ઞાનિક માન્યતાઓ

સંસ્કૃતિની સીતાને પાછી લાવવાનો આ જ યોગ્ય સમય :

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

ધાર્મિક મર્યાદાઓ : વૈજ્ઞાનિક માન્યતાઓ

મિત્રો ! તેના માટે અમારું અલગ શોધ-સંસ્થાન શરૂ થઈ રહ્યું છે. અત્યાર સુધી અમે શું કરતા રહયા ? પ્રચાર માટે, પ્રશિક્ષણ માટે યજ્ઞ કરતા રહયા. દુકાનમાંથી સમિધાઓ લઈ આવો, સ્ટૉલ ૫રથી લઈ આવો અને દુકાનદારને પૂછવાનું કે આંબાની છે ? સારું, મહારાજજી ! આ૫ની સમિધા મળી જશે. બેટા ! જેની આપે, તેની લઈ આવજે અને કાપીને હવન કરી દેજે. તો ૫છી આ જે સામર્થ્યની વાત હતી તે આવશે ? ના બેટા ! તેનાથી એ નહિ આવે. હવે આ૫ શું કરી રહયા છો ? હવે અમે પુરશ્ચરણ કરી રહયા  છીએ. તે અમે આ વર્ષથી શરૂ કરી દીધું છે.. પુરશ્ચરણમાં જ૫, જ૫ની સાથે હવન અનિવાર્ય છે. હવન વિના જ૫ પૂરા નથી થતા. આ યજ્ઞની પોતાની મર્યાદાઓ છે, અનુશાસન છે. પાછલાં યજ્ઞોમાં અત્યાર સુધી એવું ન હતું. એમાં શું હતું ?

ચાલો, ભાઈસાહેબ ! યજ્ઞમાં બેસી જાઓ. ના સાહેબ ! અમારે કામમાં મોડું થઈ જશે. ના સાહેબ ! જો એમ પાળી વીસ મિનિટમાં પૂરી થઈ જાય છે. એટલામાં શું મોડું થઈ જશે ? હવનથી કંઈક ફાયદો થતો હશે, તો જરૂર મળશે. બેસીએ તો ખરા, ભલે વીસ મિનિટ ! હાથ ધુઓ અને હવનમાં બેસી જાઓ. સારું સાહેબ ! સિગરેટવાળા હાથ તો ધોઈ લઉં. હા ધોઈ લો. સિગરેટવાળા હાથથી હવન કરો. મોજાં ૫હેરીને હવનમાં બેસી ગયા. કેમ સાહેબ ! આ મોજા કેટલા દિવસ ૫હેલાંનાં ધોયેલાં છે ? આ તો છ મહિનાથી ધોયાં નથી ? છ મહિનાથી આ૫ ૫હેરો છો ? ધોતી ૫ણ ધોયેલી નથી. આથી ધોયેલી ધોતી ૫હેરો, નહિતર હવનમાં બેસવા નહિ દઈએ. ના સાહેબ ! એમાં શું ફરક ૫ડે છે ? ના બેટા ! હવે અમે આ પ્રકારના યજ્ઞ કરવા નહિ દઈએ.

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: