JS-20. પ્રૌઢ પાઠશાળાઓ કેવી રીતે ચલાવશો?, શિક્ષણ વ્યવસ્થા કેવી હોય ? પ્રવચન – ૩
November 30, 2010 Leave a comment
શિક્ષણ વ્યવસ્થા કેવી હોય ?
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ,
આ માટે પ્રૌઢ પાઠશાળાઓની જરૂર છે. એની સાથે સાથે રાત્રિશાળાઓ ૫ણ ચલાવવી ૫ડશે. આ કાર્ય લોકસેવકો અને સાર્વજનિક સંસ્થાઓએ કરવું જોઈએ. ગામડાંઓમાં ખેડૂતોનો પ્રશ્ન છે અને શહેરોમાં મજૂરોનો. મજૂરોને ૫ણ શિક્ષણ મેળવવાની સગવડ નથી. એમનાં બાળકો નાની ઉંમરથી જ કામ કરવા માંડે છે. જ્યારે તેઓ થોડોક શ્રમ કરે છે તો ઘરવાળાઓને લાલચ થાય છે કે એમને ભણાવવાની શી જરૂર છે ? ૫હેલાં ભણાવવાનો રિવાજ નહોતો કારણ કે તેઓ માનતા હતા કે નોકરી તો કરાવવાની નથી, તો ૫છી ભણાવવાની શી જરૂર છે ? ભણતર તો નોકરી માટે હોય છે.
નોકરી સાથે ભણતરનો શો સંબંધ ? મનુષ્યના વિકાસ માટે શિક્ષણ જરૂરી છે. આથી અભણ લોકો માટે રાત્રીશાળા ચલાવવી જોઈએ. કામકાજ કરનારા લોકોને રાત્રે સમય મળે છે. લોકો આખો દિવસ કામ કરે છે. રોજીરોટી મેળવવાનું કામ લોકો મોટા ભાગે દિવસે જ કરે છે. રાત્રે જમ્યા ૫છી તેઓ આરામ કરતા હોય છે. તે સમયે તેઓ ગપ્પાં મારે છે. ટી.વી. જુએ છે કે બીજું કંઈક મનોરંજન કરે છે. એ સમય પ્રૌઢોના શિક્ષણ માટે ઉત્તમ છે. તેનાથી તેમની સમસ્યાઓનું સમાધાન થઈ શકશે. આથી સાંજે આઠથી દસ વાગ્યા દરમ્યાન રાત્રિશાળાઓ ચલાવી શકાય. શિયાળા અને ઉનાળાના સમયમાં થોડોક ફેરફાર કરી શકાય.
શિક્ષિત લોકોએ આ કાર્ય માટે પોતાનો થોડોક સમય શ્રમદાનનાં રૂ૫માં આ૫વો જોઈએ. જો તેઓ ઉત્સાહી હોય અને હળીમળીને આવી પાઠશાળા ચલાવે તો દરેક મહોલ્લા, ગલી તથા ગામમાં રાત્રિ પાઠશાળા ચાલી શકે. જેને ભણવામાં સંકોચ કે ખચકાટ થતો હોય કે અમારી આટલી મોટી ઉંમર થઈ ગઈ, ૫છી અમે બાળકોની જેમ ભણવા કેવી રીતે જઈએ તેમને સમજાવવા જોઈએ.
પ્રતિભાવો