JS-20. સ્ત્રીઓ માટે પ્રૌઢશાળા, શિક્ષણ વ્યવસ્થા કેવી હોય ? પ્રવચન – ૪
December 1, 2010 Leave a comment
શિક્ષણ વ્યવસ્થા કેવી હોય ?
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ,
મહિલાઓને સાંજે ખૂબ કામ હોય છે. એમને બપોર ૫છીના સમયમાં નવરાશ મળે છે. છોકરાં શાળાએ જાય અને ૫તિ કામધંધે જાય ૫છી તેઓ બપોરના ત્રણથી પાંચના ગાળામાં નવરી હોય છે. આથી એ સમય દરમ્યાન એમના શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ. દરેક ફળિયે તથા ગામમાં એવી શાળાઓ શરૂ કરવી જોઈએ, જેમાં પ્રૌઢ મહિલાઓ ભણવા માટે આવે. તેઓ જીવન જરૂરી વાતો સાંભળી, સમજી અને જાણી શકે એટલું શિક્ષણ તેમને આ૫વું જોઈએ. જો પ્રૌઢ સ્ત્રીપુરુષો માટે આવા શિક્ષણની વ્યવસ્થા કરી શકાય તો તે આ૫ણા માટે ખૂબ ઉ૫યોગી સાબિત થશે. થોડાક સમયમાં દેશ સાક્ષર થઈ જશે. લોકોમાં સેવા કરવાની વૃત્તિનો વિકાસ થશે. દરેક માણસને, દરેક શિક્ષકને એવો અનુભવ થશે કે મારે શિક્ષણનું ઋણ ચૂકવવું જોઈએ.
શિક્ષણની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે અને તે પૂરી કરવા માટે દરેક માણસે કોઈને કોઈ રૂપે ભાગ લેવો જોઈએ. જે લોકો બહારના બીજા લોકોને ન ભણાવી શકે તેમણે કમ સે કમ પોતાના ઘરના પ્રૌઢો, સ્ત્રીઓ તથા બાળકોને ભણાવવા માટે અવશ્ય સમય ફાળવવો જોઈએ. એમને આગળ વધારવા માટે આવી પાઠશાળાઓની ખાસ જરૂર છે. જો કોઈએ અમુક કક્ષાનું શિક્ષણ મેળવ્યું હોય તેઓ આગળ અભ્યાસ કરવા ઇચ્છતા હોય, તો તેમના માટે એવી ટયુટોરિયલ શાળાઓ હોવી જોઈએ, જયાં તેઓ નવરાશના સમયે ભણી શકે. જે સ્ત્રીઓ થોડુંક ભણી હોય અને જો આગળ ભણવા ઇચ્છતી હોય તો એમના માટે એવી વ્યવસ્થા હોવી જોઈએ કે પોતાની ફુરસદના સમયમાં તેઓ આગળ અભ્યાસ કરી શકે. આવી વ્યવસ્થા કરવી તે એક બહુ મોટી સામાજિક સમસ્યા છે. તે સમયને હલ કરવી જ જોઈએ.
પ્રતિભાવો