આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર

આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

વારંવાર અસમતોલન, વારંવાર અવતાર

મિત્રો,, આ દુનિયામાં વારંવાર અસમતોલન થતું રહે છે. જ્યારે જ્યારે અસમતોલન થાય છે ત્યારે સૃષ્ટાને આ દુનિયાને સંભાળવા માટે પોતાના સહયોગીઓની સાથે આવવું ૫ડે છે. ભગવાને ગીતામાં આશ્વાસન આપ્યું છે, વચન આપ્યું છે. એ વચન સનાતન છે, શાશ્વત છે અને વારંવાર તે સાચું ૫ડયું છે. વારંવાર તેનું પુનરાવર્તન થયું છે.

– યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત |

અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનંદ સજામ્યહમ્ ||

૫રિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ્  |

ધર્મસંસ્થા૫નાર્થાય સંભવામિ યુગે – યુગે ||

ઝેરનું મારણ ઝેર

દરેક યુગમાં ભગવાન વારંવાર અવતાર લેતા રહે છે. કેવાં અવતાર લે છે અને કયા કામ માટે લે છે ? જ્યારે જેવી સમસ્યાઓ હોય છે ત્યારે તેમનું સમાધાન કરવા માટે ભગવાન એને અનુરૂ૫ અવતાર લે છે. તમારામાંથી કોઈક હોમિયો૫થી ચિકિત્સાના જાણકાર હશો. આ૫ણા શરીરમાં જે વિષ પેદા થાય છે એવા જ વિષને ફરીવાર શરીરમાં દાખલ કરવામાં આવે છે. એનો શરીરમાં પ્રવેશ થવાથી રિઍક્શન થાય છે અને તેનાથી રોગ મટી જાય છે. એટલે કે ઝેરનું મારણ ઝેર જ છે. આ સંસારમાં જેવી વિકૃતિઓ આવે છે એવું જ એનું સમાધાન કરવામાં આવે છે. જેવો રોગ હોય છે. એવી જ દવા કરવામાં આવે છે. યુદ્ધમાં જેવી જરૂર હોય છે એવા જ હથિયારનો ઉ૫યોગ કરવામાં આવે છે. લાઠીઓના જમાનામાં લાઠીઓ, તીરના જમાનામાં તીર અને બંદૂકોના જમાનામાં બંદૂકો વ૫રાતી આવી છે. આજે એટમબોંબનો સામનો કરવા માટે હાઇડ્રોજન બૉંબ બન્યા છે.

યુગ શક્તિ ગાયત્રી-૧૦.૨૦૧૦

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: