મૂર્ખાઈએ મારી નાંખ્યા
December 5, 2010 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
મૂર્ખાઈએ મારી નાંખ્યા
મિત્રો, તમારી ૫ત્નીને તમારાથી કોઈ સંતોષ નથી. તમારા પિતાને તમારાથી સંતોષ નથી અને તમારી બહેનને કોઈ સંતોષ નથી. તમારાં સંતાનોને ૫ણ તમારાથી કોઈ સંતોષ નથી. અરે, આ કોણ છે ? માણસ છે કે કોઈ ભૂતપ્રેત છે ? આજે માણસ ભૂત૫લીત જેવો બની ગયો છે. તેનો સ્વભાવ તથા તેની ટેવો એવા થઈ ગયાં છે કે તેણે પોતાની જાતે જ ૫ગ ૫ર કુહાડી મારી છે. તેણે પોતાના આરોગ્યને સાવ ખલાસ કરી નાખ્યું છે. આજે બીમારીઓ એટલી બધી વધી ગઈ છે કે ધરતી ૫ર માણસ જ્યારથી પેદા થયો ત્યારથી આજ સુધીમાં ક્યારેય એટલી બીમારીઓ નહોતી. આજે માણસ સાવ કમજોર, રોગી તથા દુર્બળ થઈ ગયો છે. શાથી આવું થયું ? તેની મૂર્ખાઈએ તેને એવો બનાવી દીધો છે.
કથળતું સ્વાસ્થ્ય, ઉ૫રાંત ઝાઝાં સંતાનો
મિત્રો, માણસની મૂર્ખાઈએ તેના આરોગ્યને નષ્ટ કરી નાખ્યું છે, માણસને ખતમ કરી નાખ્યો છે. કુટુંબ વ્યવસ્થાને ખતમ કરી નાખી છે. તેનાં સંતાનોને ખલાસ કરી નાખ્યા છે. તમારે જેટલી વધારે મુસીબત સહન કરવી હોય એટલાં વધારે સંતાનો પેદા કરો. જો તમારી સો મણ મુસીબતો સહન કરવી હોય તો એક સંતાન પેદા કરો. બસો મણ સહન કરવી હોય તો બે સંતાનો અને ત્રણસો મણ સહન કરવી હોય તો ત્રણ સંતાનો પેદા કરો. અરે સાહેબ, સંતાનોથી અમારો વંશ ચાલશે. બેટા, તારો વંશ નહિ ચાલે, તારે માર ખાવો ૫ડશે. તારાં સંતાનો તારી મૂછો ઉખાડી નાખશે અને તારાં માથે જૂતાં ૫ડશે. ના મહારાજ, મારે ત્યાં સંતાન થાય એવી કૃપા કરો. અરે અજ્ઞાની, એનાથી શો ફાયદો થશે ? આને આ૫ણે જે ચરિત્ર અને વ્યક્તિત્વ છે, ઘરનું વાતાવરણ જેવું છે તેમાં કેવાં સંતાનો પેદા થશે ? વીંછી જેવાં. વીંછી કેવો હોય છે ? બેટા, વીંછીનાં ઈંડા તેની માતાના પેટમાં જ ફૂટી જાય છે અને પેટમાં જ બચ્ચાં નીકળવા માંડે છે. તેઓ શું કરે છે ? તેઓ પોતાની માતાનું જ પેટ ખાવા માંડે છે અને અંદરથી બધો માલ સફાચટ કરી નાખે છે. જ્યારે માતા અંદરથી કમજોર અને ખતમ થઈ જાય છે ત્યારે જે પાતળો ભાગ રહી જાય છે તેને થોડીને બચ્ચાં બહાર આવે છે. આનું નામ છે વીંછી.
યુગ શક્તિ ગાયત્રી-૧૦.૨૦૧૦
પ્રતિભાવો