વાંચે ગુજરાત – એકવીસમી સદી, જ્ઞાનની સદી
December 16, 2010 1 Comment
વાંચે ગુજરાત – એકવીસમી સદી, જ્ઞાનની સદી
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વાર પ્રેરીત :
વિરાટ પુસ્તક મેળો :
સ્થળ : પારસ નગર સામે, એ.ઈ.સી. ચાર રસ્તા, નારણપુરા, અમદાવાદ
તા. ૨૪-૧૨-ર૦૧૦ થી તા.૦૨-૦૧-ર૦૧૧ આ ક્રાતિકારી પુસ્તકો આ સુવર્ણ અવસરની મહામુલ તક રખે ચુકતા નહીં….એ પણ બ્રહ્મભોજમાં… એટલે કે, અડધી જ કિંમતે મળી શકશે…પં. શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા રચયિત ૨૫૦૦ થી વધુ પુસ્તકોનો પ્રદર્શન અને ૮૦૦ થી વધુ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વિષયો, એક જ લેખક દ્વારા લખાયેલ “વિરાટ પુસ્તક મેળો”
આ પુસ્તક મેળા દરમ્યાન તા.૨૬.૧૨.૨૦૧૦ ને રવિવારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ તથા દેવસંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના કુલાધિપતી પરમ શ્રદ્ધેય ડૉ. પ્રણવ પંડ્યાજી ના અધ્યક્ષ સ્થાને સમગ્ર ગુજરાતના ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓ, ગુજરાતની બધી ગાયત્રી શક્તિપીઠના સંચાલકો, વ્યવસ્થાપકો, ટ્રસ્ટીઓનું એક જાહેર વિશાળ કાર્યકર્તા સંમેલનમાં પધારવા અમદાવાદ ગાયત્રી પરિવારનું હાર્દિક આમંત્રણ છે.
લોક માનસનો ૫રિષ્કાર અને વિચારક્રાંતિ જ આવી વિષમતાઓનું સમાધાન છે.
સદ્સાહિત્ય વાંચન જ આનો શ્રેષ્ઠ વિકલ્પ પુરવાર થઈ શકે સદ્રા વિપુલ ભંડારના સર્જક શ્રીરામ શર્મા આચાર્યજીએ દુષિત માનસિકતાના ૫રિમાર્જન હતુ સર્વોત્તમ લેખન કર્યુ છે.
વીસમી સદીના મહાનતમ વ્યક્તિ વેદમૂર્તિ, તપોનિષ્ઠ યુગ ઋષિ શ્રીરામ શર્મા આચાર્યજી ઘ્વારા પોતાની અતિન્દ્રિય ક્ષમતા તેમજ સ્વાનૂભૂતિના નિચોડ રૂ૫ સર્જેલ અપ્રતિમ સાહિત્ય સર્જન સમગ્ર વિશ્વને યુગોના યુગો ૫ર્યત પ્રકાશ અને પ્રેરણા આ૫તું રહેવાની સાથે સાથે આઘ્યાત્મિક વિજ્ઞાનની દીવાદાંડી પુરવાર થશે. તો તેઓના દુલર્ભ અને દિવ્ય અનુભૂતિ કરાવનાર અદ્રિતીય, અનુ૫મ, અલૌકિત લેખનનું સ્વઋચિ અનુરૂ૫ના અણમોલ અને અમૂલ્ય વિષયોનો લ્હાવો લઈએ ,,
યુગ ક્રાંતિ સાહિત્ય દરેક ક્ષેત્રના તથા દરેક કક્ષાના વ્યક્તિત્વને વિકાસ માટે જીવન ઉ૫યોગી વિવિધ વિષયો આઘ્યાત્મિક, યોગ વિષય, શૈક્ષણિક, સામાજીક, સ્વાસ્થ્ય સવર્ધન, વૈજ્ઞાનિક, ૫રિવાર નિર્માણ, બાળ ઘડતર હેતુ જેવા અનેક વિવિધ પુસ્તકો વસાવો અને આ ક્રાતિકારી પુસ્તકો આ સુવર્ણ અવસરની મહામુલ તક રખે ચુકતા નહીં…. એ પણ બ્રહ્મભોજમાં… એટલે કે, અડધી જ કિંમતે મળી શકશે…
પ્રકાશક : યુગ નિર્માણ યોજના, ગાયત્રી તપોભૂમિ, મથુરા-ર૮૧૦૦૩ ફોન : (૦૫૬૫) ર૫૩૦૧ર૮,ર૫૩૦૩૯૯, મો.૦૯૯ર૭૦૮૬ર૮૯, ૦૯૯ર૭૦૮૬ર૮૭
પ્રાપ્તિ સ્થાન : ગાયત્રી જ્ઞાનપીઠ, પાટીદાર સોસાયટી, જૂના વાડજ, અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૦૭૯-ર૭૫૫૭ર૫ર
sanskit and gujarati
LikeLike