ભગવાનની ઈચ્છા ભકતે પૂરી કરવી જોઈએ.
December 17, 2010 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ભગવાનની ઈચ્છા ભકતે પૂરી કરવી જોઈએ.
આ આખા જમાનામાં હું એક જ વાત જોઉં છું કે માણસને સ્વાર્થ સિવાય બીજી કોઈ ચીજ ગમતી જ નથી અને નથી અને નથી તો બીજું કંઈ સાંભળવા માગતો. સ્વાર્થ સિવાય તેને બીજી કોઈ સુગંધ જ આવતી નથી. ના મહારાજજી! ભજનમાં જઈએ છીએ. અરે ! કોણ જાય છે ભજનમાં ? એકનું નામ તો બતાવ. ભજનનો મતલબ તો સમજતા નથી, ભજન કરીએ છીએ -ચાલક, બેઈમાન ! મોટો આવ્યો ભજન કરવાવાળો. તમે ભજન કરો છો ?
ભગવાનને જાણો છો ? ભગવાનને શું જાણો છો ? બેટા ! ભગવાનને આ૫વામાં આવે છે. ભગવાનના આદર્શોને જીવનમાં ધારણ કરવામાં આવે છે. ભગવાનને આ૫ણા હુકમ ૫ર ચલાવવામાં નથી આવતા. ના સાહેબ ! ભગવાને અમારી મરજી મુજબ ચાલવું જોઈએ. ચલ મૂર્ખાં સાલા.
ભગવાન તારી મરજી ૫ર ચાલશે ? ના સાહેબ ! ભગવાને અમારી મનકામના પૂરી કરવી જોઈએ. ખબરદાર ! ફરીથી આવું બોલ્યો છે તો ! મોટો આવ્યો મનકામનાવાળો ! ભગવાનની મનકામના તારે પૂરી કરવી જોઈએ કે ભગવાને તારી કરવી જોઈએ ? ના સાહેબ ! ભગવાને મારી મનકામના પૂરી કરવી જોઈએ. બદમાશ સાલ્લા. તારી પૂરી કરવા જોઈએ અને તું ભગવાનની મનકામના પૂરી નહિ કરે ? હું શું કામ કરું ? હું તો ભગવાનને ઠેંગો બતાવીશ.
પ્રતિભાવો