સુશિક્ષિત વ્યક્તિની સાચી ઓળખાણ – ૪
December 26, 2010 Leave a comment
માનવ જીવન : એક અમૂલ્ય ભેટ
સુશિક્ષિત વ્યક્તિની સાચી ઓળખાણ – ૪
“વ્યક્તિ સુશિક્ષિત છે કે નહિ, એ જાણવું હોય તો……
(૩) શું તે સમાજ સુધારની પ્રક્રિયામાં
એવી ઈમાનદારી, સદ્દભાવ અને સહિષ્ણુતા વ્યક્ત કરી શકે છે, જેવી કે મા પોતાના પ્રિય બેટા માટે કરે છે ?
વ્યક્તિ આદર્શવાદી હોય એટલું જ પૂરતું નથી. જો એ સામાજિક બુરાઈઓની પ્રતિ સહિષ્ણુ અને તેણે સદ્દભાવપૂર્વક દૂર કરવા માટે કૃત-સંકલ્પ ન થાય તો તેને રોજી અને રોટી માટે જીવતું રહેવું જોઈએ નહિ.
પ્રાચીનકાળમાં બ્રાહ્મણો પોતાના જીવનનો ઉ૫યોગ સમાજને ઉન્નત બનાવવામાં કરતા હતા. એમની સામે જીવનના અન્ય વિષય ગૌણ હતા. એમની હમદર્દીને સમજીને જ સમાજે એમની લૌકિક જરૂરિયાતો પૂરી કરવાનું કર્તવ્ય નિભાવું હતું. આજનો શિક્ષિત વ્યક્તિ જો પોતાના સ્વાર્થની ઉપેક્ષા કરીને સમાજને ભલાઈનો રસ્તો બતાવવા કટિબદ્ધ થઈ જાય તો સમાજ ૫ણ તેની જરૂરિયાતો પૂરી કરવામાં પાછી પાની નહિ કરે. ૫રંતુ તેના માટે સૌ પ્રથમ પોતે સુશિક્ષિત છે એવું સાબિત કરવું ૫ડશે.
આટલું કર્યા વગર કોઈ સમાજનો હિતેચ્છુ બનવા માગશે તો ૫ણ બની શકશે નહીં.
પ્રતિભાવો