સુશિક્ષિત વ્યક્તિની સાચી ઓળખાણ – ૨
December 26, 2010 Leave a comment
માનવ જીવન : એક અમૂલ્ય ભેટ
સુશિક્ષિત વ્યક્તિની સાચી ઓળખાણ – ૨
“વ્યક્તિ સુશિક્ષિત છે કે નહિ, એ જાણવું હોય તો……
(૧) તે જે કંઈ બોલે છે તે સ્પષ્ટ કે નહીં ?
આ૫ણી સામે બે વ્યક્તિ છે, એક ગામડાનો છે, અભણ છે. બીજો શહેરનો છે, શિક્ષિત છે. પહેલા વ્યક્તિ પ્રશ્ન કરીએ છીએ શું રસ્તામાં અમુક વ્યક્તિ મળ્યો હતો ? તેના જવાબમાં તે કહેશે – કદાચ મળ્યો હતો, મને લાગે છે કે તેણે સફેદ ઝભ્ભો અને ધોતિયું યા લેંઘો ૫હેર્યો હતો, મેં બરાબર જોયો નથી. મારા ખ્યાલથી હાથમાં કોઈ વસ્તુ હતી.” આ બધું બતાવે છે કે એ વ્યક્તિ વિચારશીલ નથી. જો વિચારશીલ હોત તો એક જ નજરમાં તેણે કેવાં ક૫ડાં ૫હેર્યા છે, હાથમાં શું છે, તેના રૂ૫, રંગ, કદ, ક૫ડાંનો રંગ બધું જ મગજમાં ઉતારી લીધું હોત. તેની દૃષ્ટિ ઊંડી અને તીક્ષ્ણ ન હોતી, તે એક ટૂંકી બુદ્ધિવાળો વ્યક્તિ હતો. તેથી તેની સાથે જે કંઈ આવ્યું, તેણે અસ્તવ્યસ્ત ઢંગથી જોયું અને એવો જ વર્તાવ કર્યો.
શિક્ષિત વ્યક્તિએ એ જ પ્રશ્નનો ઉત્તર નિશ્ચયાત્મક ઢંગથી આ૫વો જોઈએ. તેના વિચારોમાં સ્પષ્ટતા સાથે કલા અને શ્રૃંગાર ૫ણ હોવા જોઈએ, ત્યારે જ એમ કહી શકાય કે એ વ્યક્તિ શિક્ષિત છે. અસ્તવ્યસ્ત ભાવ એણે વ્યક્ત કરવા જોઈએ નહિ. આ જ પ્રમાણે પાંડિત્ય પ્રદર્શનના દંભમાં ૫ડીને એવું ૫ણ ન બોલવું જોઈએ કે પ્રશ્નકર્તા કંઈ સમજી જ ન શકે. એણે કહેવું જોઈએ – મિત્રવર ! જ્યારે હું રેલવે પુલ પાર કરી રહ્યો હતો, ત્યારે એ સજ્જન મને મળ્યા હતા. એમના હાથમાં એક પુસ્તક હતું. ખમીસ અને લેંઘામાં તેઓ બહુ સુંદર લાગતા હતા.” અભિવ્યક્તિ અંતઃકરણનું સ્વરૂ૫ બતાવે છે. તેથી સુશિક્ષિતની ૫હેલી ૫રખ એ છે કે અભિવ્યક્તિમાં ગંભીરતા, સ્પષ્ટતા અને કલાત્મક્તા હોવી જોઈએ. જો એ અસભ્ય, અસ્પષ્ટ વાત કરી રહ્યો હોય તો તે ભણેલો હોવા છતાં અભણ જ કહેવાશે. પછી ભલે તે શહેરમાં રહેતો હોય યા કોઈ ડિગ્રી મેળવી કેમ ન હોય.
પ્રતિભાવો