ગુણ ગ્રાહકતા ૫ણ શીખો – ૨
January 4, 2011 1 Comment
માનવ જીવન : એક અમૂલ્ય ભેટ
ગુણ ગ્રાહકતા ૫ણ શીખો – ૨
આચાર્ય દ્રોણે શિષ્ય દુર્યોધનને આસપાસના ગામોમાં જઈને ત્યાંના ગુણવાન લોકોની જાણકારી મેળવવા માટે મોકલ્યો. પાછો આવીને દુર્યોધને કહ્યું આસપાસના ગામોમાં તો એક ૫ણ વ્યક્તિ ગુણવાન નથી, દરેકમાં દોષ દુર્ગુણ ભરેલા છે, ગુણોનું તો તેઓ પ્રદર્શન માત્ર કરે છે.
જ્યારે યુધિષ્ઠિરને એ કામ માટે મોકલવામાં આવ્યો તો તેણે પાછાં આવીને દરેક વ્યક્તિઓમાં ગુણ ગરિમા હોવાની વાત કહી. આ જુદા નિષ્કર્ષ દુર્યોધનની દોષ જોવાની વૃત્તિ અને યુધિષ્ઠિરની ગુણ ગ્રાહક વૃત્તિની ભિન્નતાના કારણે નીકળ્યા.
ગુણ ગ્રાહકતાનો અર્થ દુષ્ટ દુરાત્માઓમાં ૫ણ શ્રેષ્ઠતા આરોપિત કરી દેવી નથી. અન્યાય અનીતિનો વિરોધ તો ઉચિત છે- ધર્મ છે, ૫રંતુ એવા અત્યંત ઉગ્ર ક્રૂર કર્મ કરનારાઓના સુધરવાની સંભાવના નહિ બરાબર રહે છે, વિરોધ કરવાનું સાહસ તો વિશિષ્ટ મનસ્વી, ત૫સ્વી જ કરી શકે છે.
ગુણ ગ્રાહક વ્યક્તિઓની સાચી પ્રશંસા અને પ્રોત્સાહન જીંદગીથી હારી ગયેલા લોકોમાં ૫ણ પ્રાણ ભરી દે છે. પાણી વગર સુકાઈ રહેલો છોડ પાણી મળતાં ફરીથી તાજો થઈ જાય છે, તેવી રીતે પ્રશંસાનું પાણી સૂકા અંતઃકરણોમાં નવી આશા અને ઉત્સાહ ભરી દે છે. એમની ગતિવિધિઓ બદલાઈ જાય છે, અને ઉત્સાહથી પોતાના કામમાં લાગી જાય છે.
.સર્વોદય અંગે વિનોબાજીએ પણ ચાર સૂત્રોમા આ વાત સમાવી છે
કાલ જારણમ્
સ્નેહ સાધનમ્
કટુક વર્જનમ્
ગુણ નિવેદનમ્
“ગુણ ગ્રાહક વ્યક્તિઓની સાચી પ્રશંસા અને પ્રોત્સાહન જીંદગીથી હારી ગયેલા લોકોમાં ૫ણ પ્રાણ ભરી દે છે” અને આપણામા પણ…….
LikeLike