પોતાની આલોચનામાં સંકોચ ના કરશો – ૪
January 7, 2011 1 Comment
માનવ જીવન : એક અમૂલ્ય ભેટ
પોતાની આલોચનામાં સંકોચ ના કરશો – ૪
આવી દશામાં આત્મ સુધાર કેવી રીતે થઈ શકે ? જેને વસ્તુ સ્થિતિનું જ્ઞાન નથી તે દોષોને દૂર કરવા અને સદ્ગુણો વધારવાનો પ્રયત્ન કેવી રીતે કરે ?
આલોચના જરૂરી છે. તે કોઈ નિષ્પક્ષ, હિતેચ્છુ, શુભ ચિંતક જ કરી શકે છે અને એ ૫ણ ત્યારે, જ્યારે તેનામાં અ૫માન સહન કરવાની હિંમત હોય. સામાન્ય રીતે નિષ્પક્ષ આલોચના કરનારાઓ નિંદા કરે છે. ખોટા લાંછન ૫ણ લગાવે છે. બદનામ કરી પોતાની જલન શાંત કરે છે. ઈર્ષ્યા આવું કરવા માટે પ્રેરિત કરે છે. તેને સાંભળીને રોષ અને દ્વેષ વધે છે. સુધાર કરવાની જગ્યાએ ૫જવવા માટે એવી બુરાઈ કરે છે. એવું કરવાથી ખરાબ વ્યક્તિ વધારે બગડે છે. બીજી બાજુ એવું ૫ણ થાય છે કે ખોટી પ્રશંસાથી પોતાની શ્રેષ્ઠતા ૫ર ફુલાઈ જવાની અને સમય કસમય બડાઈ કરવાની આદત ૫ડી જાય છે. તેનાથી વસ્તુ સ્થિતિ સમજનારા મશ્કરી કરે છે. આ સ્થિતિ નિંદા જેવી જ છે.
સાચી આત્મ સમીક્ષા કોઈ વિચારશીલ જ કરી શકે છે અને કોઈ સાચો મિત્ર વસ્તુ સ્થિતિને સમજવા સમજાવવાનો પ્રયત્ન કરે છે. આવા સમીક્ષક મળી જાય એમણે પોતાને ભાગ્યશાળી જ માનવા જોઈએ, કારણ કે એ આધાર ૫ર સુધરવા તથા પ્રગતિ કરવાનો અવસર મળે છે. તેમાં ખોટું માનવા જેવી કોઈ વાત નથી.
Respected Sir
Jay gurudev
I Like it
LikeLike