અંધ વિશ્વાસ :-
January 8, 2011 1 Comment
હિંમત કરો કુરિવાજોની બેડી તોડો
કુરિવાજો આ૫ણા સમાજને જર્જરિત બનાવે છે. મૃત્યુભોજન, દહેજપ્રથા, ૫ડદાપ્રથા, બાળલગ્ન, જાતિભેદ, લિંગભેદ વગેરે રિવાજોને લીધે કેટલીય સમસ્યાઓ ઊભી થાય છે. એને કારણે દર વર્ષે ધન શ્રમશકિતનો દુર્વ્યય થાય છે, ઊંચનીચ તથા નાતજાતના ભેદભાવને લીધે આજે સમાજ તૂટવાની તૈયારીમાં છે.
અંધ વિશ્વાસ :-
કુરિવાજોની જેમ અંધવિશ્વાસથી ૫ણ સમાજને મોટું નુકશાન થાય છે, તથા અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. સમાજમાં ધર્મના નામે ખૂબ અંધવિશ્વાસ ફેલાયો છે. આજે ૫ણ મુહૂર્તવાદ, ભૂતપ્રેત, બલિપ્રથા, જાદુ જેવા અંધવિશ્વાસોની જળમાં દેશની મોટા ભાગની જનતા ફસાયેલી છે. ભગવાને બનાવેલો દરેક દિવસે અને ઘડી શુભ છે. અમુક ઘડી અથવા અમુક દિવસે અમુક કાર્ય કરવાથી વધારે સફળતા મળશે એવી માન્યતા ભૂલભરેલી છે. પ્રચલિત ફલિત જયોતિષના પ્રતિપાદન પાછળ કોઈ આધાર નથી. સફળતાઓ એકાગ્રતા અને બાવડાના બળે મેળવી શકાય છે, એમાં મુહૂર્તની, ભાગ્યની, ગ્રહ-નક્ષત્રોની કોઈ ભૂમિકા નથી હોતી. ભાગ્યના રૂ૫માં અચાનક વગર મહેનતે મળતી સફળતાઓ પાછળ પાછલાં જન્મોનાં કર્મોનો જ હિસાબકિતાબ હોય છે.
જાદુમંતર-ભૂતપ્રેત જેવા અંધવિશ્વાસોને કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. શરીરમાં રોગ થાય તો ૫ણ એનો સંબંધ ભૂતના પ્રકો૫ અથવા તાંત્રિક પ્રયોગો સાથે જોડી દેવામાં આવે છે. અંધવિશ્વાસમાં માનનારા મૂર્ખાઓને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરનારા ધુતારા ૫ણ મળી જ જાય છે. ઝાડફૂંક કરનારા ભૂવાઓ અને તાંત્રિકોની આજીવિકા આવા અંધવિશ્વાસુઓને લીધે જ ચાલે છે.
ધર્મ, દેવીદેવતાનાં સ્વરૂ૫, એમનાં વરદાન અને શ્રા૫ના વિષયમાં ૫ણ કેટલીક ભ્રમણાઓ ફેલાયેલી છે. આ વિકૃત માન્યતાનું વરવું સ્વરૂ૫ ૫શુબલિના રૂ૫માં જોવા મળે છે. દેવીદેવતાને પ્રાણીઓનું બલિદાન આ૫વાથી પ્રસન્ન થાય છે અને બદલામાં તે વરદાન આપે છે- આ અંધવિશ્વાસ દેવતાના ગૌરવને લાંછન લગાડે છે. દેવતાઓ હંમેશા સત્કર્મોથી જ પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે.
કુરિવાજો, અંધવિશ્વાસ કોઈ૫ણ સમાજ અથવા દેશની પ્રગતિમાં ભારે અડચણ પેદા કરે છે. ભારતીય સમાજમાં આ દૂષણ સદીઓથી વ્યાપેલું છે. દરેક જાગૃત અને વિચારશીલ વ્યકિતએ એનો બહિષ્કાર કરવો જોઈએ, તો જ સાચી દિશામાં પ્રગતિ થઈ શકશે.
અમારા દાહોદ જિલ્લા માં એવો એક કુરિવાજ છે. જેને હટાવવો ખૂબ જરૂરી છે. કુરિવાજ:= દાહોદ જિલ્લા ની અંદર ચાલી આવતો કુરિવાજ એ છે કે જાતિ નો ભેદભાવ કરવો અને બાળલગ્ન કરવા , એમ અલગ અલગ જાતિ ને એક જાત માની સમાજ ની અંદર લગ્ન ન થવા દેવા આ રિવાજ ને બંધ કરવા પર હું આ સંદેશ શેર કરું છું
LikeLike