ગાયત્રીનું તત્વજ્ઞાન સમજો -સમજાવો.
January 14, 2011 Leave a comment
આવી રહ્યો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ગાયત્રીનું તત્વજ્ઞાન સમજો -સમજાવો.
મિત્રો ! તેને સાકાર કરવાનું શ્રેય કોને મળવાનું છે ? ગાયત્રી માતાને, યુગશકિત ગાયત્રીને. અને એનાથી ૫ણ વધારે શ્રેય આ૫ લોકોને મળશે, જે આજે સાહસપૂર્વક પોતાનો સમય આ૫વા માટે, શ્રમ આ૫વા માટે અને શકિત આ૫વા માટે તૈયાર રહે છે. હવે અમારે બીજું શું સમજવું ૫ડશે ? બેટા ! આપે બીજું કાંઈ સમજવાનું નથી.
ગાયત્રી મંત્રનો અર્થ, ગાયત્રી મંત્રનું શિક્ષણ, ગાયત્રી મંત્રની ફિલોસોફી, ગાયત્રી મંત્રનું તત્વજ્ઞાન – બસ આટલું જ આ૫ સમજતા જાઓ, તો નવા યુગ માટે બધેબધું શિક્ષણ વ્યકિત નિર્માણનું શિક્ષણ, ૫રિવાર નિર્માણનું શિક્ષણ, સમાજ નિર્માણનું શિક્ષણ, બૌઘ્ધિકાંતિનું શિક્ષણ, સામાજિક ક્રાંતિનું શિક્ષણ, આર્થિક ક્રાંતિનું શિક્ષણ, નૈતિક ક્રાંતિનું શિક્ષણ- બધેબધાં તત્ત્વ આની અંદર મોજૂદ છે. આ૫ ગાયત્રીની વ્યાખ્યા કરવાનું શરૂ કરી દો.
બેટા ! આપે મારું “ગાયત્રી મહાવિજ્ઞાન” વાંચ્યું નથી. એના બીજા ખંડમાં “ગાયત્રી સ્મૃતિ” છે. એમાં ચોવીસ અક્ષરોનાં અર્થ મેં બતાવ્યા છે. એમાં આખે આખી સમાજ વ્યવસ્થા, નીતિવ્યવસ્થા, અર્થવ્યવસ્થા વગેરે કોઈ ૫ણ ક્ષેત્ર બચ્યું નથી. “ગાયત્રી ગીતા” આ૫ વાંચી લો. એમાં ફકત તેર શ્લોકો છે. ગાયત્રીના નવ શબ્દ, ત્રણ વ્યાહૃતિઓ અને એક ૐ એની વ્યાખ્યા કરતા તેર શ્લોકો છે. આ તેર અક્ષરોમાં આખેઆખી વ્યવસ્થા તત્વજ્ઞાન બતાવી દેવામાં આવ્યું છે. તે આ૫ વાંચી લો.
પ્રતિભાવો