ભગવાનનું સૌથી સુંદર નામ ૐ
January 24, 2011 2 Comments
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્રનું સાચું શિક્ષણ સમજો.
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ભગવાનનું સૌથી સુંદર નામ ૐ
મહારાજજી ! ગાયત્રી મંત્રનો શું અર્થ છે ?
બેટા ! ચાલ, હવે હું બતાવું છું કે ગાયત્રી મંત્રનો શું અર્થ છે. ગાયત્રીનાં ચાર ચરણ છે, તેમાં એક હિસ્સો તેનો શીર્ષ ભાગ છે. શીર્ષ કયો ભાગ છે ?
ૐ ભૂર્ભુવઃ સ્વઃ. તેનો શું અર્થ છે ? શું ફિલોસોફી છે ? આ૫ પ્રત્યેકને સમજાવજો અને આ૫ના જીવનમાં ૫ણ ઉતારજો. શું અર્થ છે તેનો ? બેટા ! તેનો અર્થ એ છે કે ભગવાન સર્વત્ર છે, સર્વવ્યાપી છે. એક નાનકડા ‘ૐ” જેવા છે ભગવાન્ ! અને ‘ભૂર્ભુવઃ સ્વઃ’ ના ત્રણ હિસ્સામાં વહેંચી શકાય છે.
માણસને જો વ્યક્તિગત જોઈએ તો તેના ત્રણ હિસ્સા છે – સ્થૂળ, સુક્ષ્મ અને કારણ. ત્રણ ભાગોમાં માણસ વહેંચાયેલો છે. ભૂઃ, ભુવઃ સ્વઃ – સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ છે.જેવી રીતે માણસનું વ્યક્તિગત જીવન ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે, તેવી રીતે આ સંસાર ૫ણ ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે. કયા કયા ? ભૂઃ લોક, ભૂવઃ લોક અને સ્વઃ લોક. એક ઉ૫રવાળો લોક, એક નીચેવાળો લોક અને એક વચ્ચેવાળો લોક. અર્થાત્ બ્રહ્માંડ અથવા પિંડ બંનેમાંથી પિંડ કે બ્રહ્માંડનો અર્થમાં આ૫ ઈચ્છો, તો ભૂર્ભુવઃ સ્વઃ કહી શકો છો.
આ બધામાં એક જ સત્તા સમાયેલી છે. અને તેનું નામ છે – ‘ૐ’, ‘ૐ’ ભગવાનનું સૌથી મોટું અને સૌથી સુંદર નામ છે.
i have to thing one questions.
who made gayatri mantra?
please give me answer.
LikeLike
“માણસને જો વ્યક્તિગત જોઈએ તો તેના ત્રણ હિસ્સા છે – સ્થૂળ, સુક્ષ્મ અને કારણ. ત્રણ ભાગોમાં માણસ વહેંચાયેલો છે. ભૂઃ, ભુવઃ સ્વઃ – સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ છે.જેવી રીતે માણસનું વ્યક્તિગત જીવન ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે, તેવી રીતે આ સંસાર ૫ણ ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે. કયા કયા ? ભૂઃ લોક, ભૂવઃ લોક અને સ્વઃ લોક. એક ઉ૫રવાળો લોક, એક નીચેવાળો લોક અને એક
વચ્ચેવાળો લોક. અર્થાત્ બ્રહ્માંડ અથવા પિંડ બંનેમાંથી પિંડ કે બ્રહ્માંડનો અર્થમાં આ૫ ઈચ્છો, તો ભૂર્ભુવઃ સ્વઃ કહી શકો છો. ”
આ અગે મનન કરતા આનંદ આનંદઆનંદ
LikeLike