ૐ માંથી નીકળી નવ શાખાઓ
January 24, 2011 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્રનું સાચું શિક્ષણ સમજો.
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ૐ માંથી નીકળી નવ શાખાઓ
સૃષ્ટિના અંતરાલમાંથી જે અવાજો આવે છે, તે એવા હોય છે કે જાણે પેન્ડુલમનું ખટ ખટ ચાલતું રહે છે. તેવી જ રીતે પ્રકૃતિ અને પુરુષ જ્યારે ૫રસ્પર મળે છે, તો સૂક્ષ્મદર્શીઓએ જોયું છે કે તેમાંથી એક અવાજ આવે છે – ૐડડડમ્. જાણે કે ઘંટ ઘડિયાળમાં ડંકા પાડે છે અને ઝણકારનો અવાજ થાય છે, એક શબ્દ ઊઠતો રહે છે. તેના આધારે જ ‘ઓઉમ્’નો વિસ્તાર થયો છે.
જ્યારે આ૫ણે ખાવાનું ખાઈને પૂર્ણ થઈ જઈએ છીએ અને પૂર્ણાહુતિ કરીએ છીએ તો ‘ઓઉમ્’ શબ્દ નીકળે છે.
‘ૐ’ ભગવાનનું સૌથી મોટું નામ છે.
ગાયત્રી મંત્રમાં ૫હેલું નામ ‘ૐ’ નું છે. ૫છી ૐના ત્રણ બાળકો થઈ ગયાં – ભૂર્ભુવઃ સ્વઃ. ત્રણ બાળકોના ત્રણ ત્રણ પાંદડાં, ડાળીઓ થઈ ગઈ.
તેનું નામ છે – તત્સવિતુર્વરેણ્યં, ભર્ગો દેવસ્ય ધીમહિ, ધિયો યો નઃ પ્રચોદયાત્.
આ રીતે ત્રણ ત્રણ પાંદડાં – ત્રણેય ભેળવીને નવ પાંદડાં, નવ ડાળીઓ થઈ ગઈ. મૂળભૂત રીતે ‘ૐ’ સર્વત્ર વ્યાપ્ત છે. આ ફિલોસોફી છે.
પ્રતિભાવો