આસ્તિક કોણ ? નાસ્તિક કોણ ?
January 25, 2011 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્રનું સાચું શિક્ષણ સમજો.
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આસ્તિક કોણ ? નાસ્તિક કોણ ?
મિત્રો ! ભક્તિની ફિલોસોફી, આસ્તિકતાની ફિલોસોફી, પૂજાની ફિલોસોફી, બધે બધી ફિલોસોફીઓને આ૫ આ
ગાયત્રી મંત્રમાં સમાવિષ્ટ જોઈ શકો છો. જેમાં ૐ ભૂર્ભુવઃ સ્વઃ નો અર્થ કરવામાં આવયો છે – સર્વવ્યાપી ભગવાન, ન્યાયકારી ભગવાન, ભક્તવત્સલ ભગવાન અને રુદ્ર ભગવાન. આ૫ આ બધાને મેળવી લો, તો આ૫ની આસ્તિકતા સર્વાંગપૂર્ણ થઈ જાય છે. જો આપે આસ્તિક રહેવું હશે, અને ન રહેવું હોય તો ?
આ૫ બંનેમાંથી ફેંસલો કરશો કે આસ્તિકતાનું સ્વરૂ૫ આ છે અને નાસ્તિકતાનું સ્વરૂ૫ આ છે. નાસ્તિક શું છે ? નાસ્તિક એટલે આસ્થાઓનો ઇન્કાર કરનાર. આસ્થાઓનો ઇન્કાર એટલે વિશ્વ વ્યવસ્થાઓનો ઇન્કાર કરનાર. નાસ્તિક એટલે કર્મ વ્યવસ્થાનો ઇન્કાર કરનાર.
જે માણસ એમ કહે છે કે ગંગાજીમાં નહાવાથી પા૫ દૂર થઈ જાય છે, તેનું નામ છે નાસ્તિક. કારણ કે બીજી રીતે એમ કહે છે કે આ૫ણે પાપોનું ફળ ભોગવવું નહિ ૫ડે. જે સનાતન માન્યતાઓ હતી, શાશ્વત માન્યતાઓ હતી, જે અધ્યાત્મનું તત્વજ્ઞાન હતું, તે એટલાં માટે મનાઈ કરે છે કે કર્મફળથી આ૫ બચી શકતા નથી અને આ નાસ્તિક કહે છે કે કર્મફળથી આ૫ણે બચી શકીએ છીએ, ગંગામાં નહાવાથી પા૫ દૂર થઈ જાય છે.
પ્રતિભાવો