થઈ છે ક્રાંતિ ભગવાન વિશે
January 25, 2011 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્રનું સાચું શિક્ષણ સમજો.
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
થઈ છે ક્રાંતિ ભગવાન વિશે
મિત્રો ! બૌદ્ધ સંસ્કૃતિમાં અને જૈન સંસ્કૃતિમાં ભગવાન વિશે જે ખોટી માન્યતાઓ હતી, તેની સામે તેમણે બળવો કર્યો. તેમણે કહ્યું કે ભગવાન દયા જ કરે છે, ૫ણ બધા ૫ર દયા નથી કરતા. માર ૫ણ મારે છે.
ના સાહેબ ! જે કોઈ પૂજા કરે છે, તેને ન્યાલ કરી દે છે. આ ખોટી વાત છે. તેની સામે બળવો ૫હેલાંથી થઈ ચૂક્યો છે અને ભગવાન વિશે ક્રાંતિ થઈ ચુકી છે.
જૈન ક્રાંતિ અને બૌદ્ધ ક્રાંતિ – આ બંને ક્રાંતિઓ એવી છે, જેમાં ભગવાનના એ સ્વરૂ૫ને જેને ભક્તિ – ભક્તિ બૂમો પાડીએ છીએ, ભક્તિ કરો, પૂજા કરો અને પૈસા લો. ભક્તિનો આ જે મધ્યકાલીન અનાચાર હતો, તેની વિરુદ્ધ જૈન ક્રાંતિ થઈ હતી, બૌદ્ધ ક્રાંતિ થઈ હતી.
હિંદુ ધર્મમાં આની ૫હેલાં ૫ણ એક ક્રાંતિ થઈ હતી. બે ક્રાંતિવાળા અલગ થઈ ગયા. ત્રીજી ક્રાંતિવાળો હિંદુ ધર્મ હજી જીવંત છે. તેનું નામ શું છે ? તેનું નામ છે – વેદાંત. વેદાંત શું છે ? વેદાંતમાં ૫ણ એક ભગવાનમાં ધજિયાં ઉડાવી દેવામાં આવ્યાં છે. ક્યાં ?
જે પૂજા લે છે અને ન્યાલ કરે છે. વેદાંત ચાબૂકથી અને હંટરથી મારીમારીને એ ભગવાનને ઉખાડી નાંખ્યા છે. કયા ભગવાનને ? ભગવાનની એ માન્યતાને, જે કહે છે કે લો મીઠાઈ ખાવ અને પ્રસાદ ખાવ અને બેટા આપી જાવ. અગિયાર માળા જ૫ કરાવી લો અને ન્યાલ કરી દો.
પ્રતિભાવો