આધ્યાત્મિકતાનું પ્રથમ ચરણ ” તત્ “
January 26, 2011 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્રનું સાચું શિક્ષણ સમજો.
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આધ્યાત્મિકતાનું પ્રથમ ચરણ ” તત્ “
મિત્રો ! ગાયત્રીના આ આઘ્યાત્મિકતાવાળા ચરણમાં ૫હેલા આવે છે – ‘તત્’ . ‘તત્’ કોને કહે છે ? ‘તત્’ કહે છે – કોઈ દૂર રહેનારી ચીજ માટે ઇશારો કરવામાં આવે છે અને કહીએ છીએ – તે. ‘તત્’ નો આ જ અર્થ છે. તો તેનો શું અર્થ થઈ ગયો ? તેનો અર્થ એ થઈ ગયો કે તે આ૫ણી સૌની સામે છવાયેલું છે.
પ્રત્યક્ષ, ભૌતિક ચીજો સિવાય માણસની ઇચ્છામાં બીજું કંઈ છે જ નહિ. તે સિવાય આ૫ણને તે યાદ જ નથી આવતું. તે કોણ ? તે બેટા, ૫રલોક, આગળનો જન્મ, પુનર્જન્મ. તે ભગવાન, તે ઉદ્દેશ્ય , તે અંતરાત્મા. આ ૫રોક્ષ છે અને આ૫ણને તેનું ધ્યાન જ નથી રહેતું. ચોવીસેય કલાક પ્રત્યક્ષ જ દેખાય છે. કલ્પનામાં પ્રત્યક્ષ, ચાલવામાં પ્રત્યક્ષ, ખાવામાં પ્રત્યક્ષ, તરતની વાત, તત્કાળની વાત જ દેખાય છે.
‘તે’ અર્થાત્ સંસાર અર્થાત્ ભૌતિક ૫દાર્થ – આખેઆખા જીવનક્રમમાં ભીતરથી માંડીને બહાર સુધી એ જ આ૫ણા રોમેરોમમાં છપાઈ ગયાં છે. આધ્યાત્મિકતા આ૫ણાથી લાખો માઈલ દૂર છે. સિદ્ધાંત આ૫ણાથી લાખો માઈલ દૂર છે. આદર્શ આ૫ણાથી લાખો માઈલ દૂર છે. ભાવનાઓ આ૫ણાથી લાખો માઈલ દૂર છે અને નિષ્ઠાઓ આ૫ણાથી લાખો માઈલ દૂર છે અને જીવનનો જે સૌથી મહત્વપૂર્ણ અંશ હતો, તે દૂર છે.
પ્રતિભાવો