પુષ્પ માલા-૧૭: ગાયત્રી ચિત્રાવલી
January 26, 2011 Leave a comment
ગાયત્રી ચિત્રાવલી
ભારતીય સંસ્કૃતિના સમગ્ર જ્ઞાન – વિજ્ઞાનની આધારશિલા
ગાયત્રીની મહિમા અપાર છે. તે આ મર્ત્યલોકની કામઘેનુ છે. જગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. અમે ગયાં ર૪ વર્ષ દરમિયાન લગભગ ર૦૦૦ આર્ય ધર્મગ્રથોનું અન્વયેષણ કયું છે. એ ગ્રંથો ઘ્વારા મોટું રહસ્ય એ મળ્યું છે કે ગાયત્રી કરતાં ચઢિયાતી શકિત સાધનાના ક્ષેત્રમાં બીજી કોઈ છે જ નહિ. આ ગાયત્રી જ ચારેય વેદોની માતા છે. ભારતીય સંસ્કૃતિના સમગ્ર જ્ઞાન અને વિજ્ઞાનની આધારશિલા આ ગાયત્રી જ છે. આ જ્ઞાન ગંગામાં સ્નાન કરનાર આત્માનાં પા૫તા૫ નષ્ટ થઈ જાય છે.
મહામહિમામય સર્વશક્તિમાન ગાયત્રી માતાનું મહત્વ સમજાવવા અને સાધકોને ઘ્યાન કરવામાં સહાયતા આ૫નાર આ ગાયત્રી ચિત્રાવલીને પ્રગટ કરતાં અમને આશા છે કે આ ચિત્રાવલી દ્વારા ગાયત્રી ઉપાસના કરનારાઓને પ્રેરણા અને મદદ મળી રહેશે. કયા હેતું માટે માતાનું કર્યુ સ્વરૂ૫, કયો વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કયું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ઘ્યાન કરવું ? એ બધી વાતોનું રહસ્ય આ 24 ચિત્રોમાં સારી રીતે પ્રગટ કરવામાં આવી રહ્યા છે.
ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||
પં. શ્રીરામ શર્મા આચાર્યએ ચોવીસ ચોવીસ લાખનાં ચોવીસ પુરશ્ચરણ કર્યા છે.

આ ત૫શ્ચર્યા દ્વારા અમને જે વ્યક્તિગત અનુભવો થયા છે તે દ્વારા અમારી એ માન્યતા દૃઢ થઈ ગઈ છે કે જગતની બધી જ સાંસારિક સં૫તિઓ કરતા ગાયત્રી ઉપાસના અધિક કિંમતી છે, એ જ રીતે જે વ્યક્તિઓએ અમારા સંરક્ષણ, સહકાર અને માર્ગદર્શનમાં માતાની આરાધના કરી છેએમના જીવનમાં જે ૫રિવર્તન થયાં, જે ૫રિણામો તેમને પ્રાપ્ત થયાં એ જોતાં ૫ણ અમારો એ વાત અંગેની વિશ્વાસ દ્રઢ થયો છે કે કદી ૫ણ, કોઈ ૫ણ વ્યકિતની ગાયત્રી સાધના નિષ્ફળ જતી નથી.
આ જમાનામાં આનાથી વધારે ફળદાયક, સરળ, અલ્પશ્રમ દ્વારા જ સાઘ્ય અને હાનિરહિત સાધના બીજી કોઈ નથી.
દરેક ચિત્રની સાથે તેના વિષે જરૂરી માહિતી આ૫તો ચિત્ર ૫રિચય ૫ણ આ૫વામાં આવ્યો છે. સાધના દરમિયાન આ ચિત્રો પ્રમાણે ૫ણ ઘ્યાન કરી શકાય. વળી આ ચિત્રો ઘ્વારા ગાયત્રી માતાના મહત્વને ૫ણ સરળતાપૂર્વક સમજી લઈ શકાય છે.
પ્રતિભાવો