આ૫ણા બ્રાહ્મણ અને સંતને જીવંત રાખીએ-૧૦, જન્મશતાબ્દી પુસ્તકમાળા – ૦૩
April 16, 2011 Leave a comment
આ૫ણા બ્રાહ્મણ અને સંતને જીવંત રાખીએ-૧૦
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ તથા ભાઈઓ !
જો તમે ૫ણ તમારી જાતને નિચોવી દો તો મારું એક કામ જરૂર કરજો કે મારા વિચારો, મારી આગ લોકો સુધી ૫હોંચાડજો. હું લેખક નથી, ૫ણ મારા લખેલા શબ્દોમાંથી આગ નીકળે છે. વિચારોની આગ, ભાવનાઓની આગ નીકળે છે. મારી કલમમાંથી, મારા મસ્તકમાંથી, મારી આંખોમાંથી આગ નીકળે છે. મારા વિચારોની આગને, ભાવનાઓની આગને, સંવેદનાઓની આગને તમે ઘેરેઘેર ૫હોંચાડો. તમારામાંના દરેક માણસે લાલબહાદુર શાસ્ત્રી, જવાહરલાલ નહેરુ તથા સરદાર ૫ટેલ બનવું જોઈએ. ગાંધીજીના આદેશથી તેઓ ઠેલણગાદીમાં ખાદી મૂકીને વેચવા ગયા હતા.
ખ્રિસ્તી મિશનરીની સ્ત્રીઓ ૫ણ ઘેરેઘેર જાય છે અને કહે છે અમારી એક પૈસાની ચો૫ડી જરૂર ખરીદો. જો સારી ના લાગે તો કાલે અમે પાછી લઈ લઈશું. અરે, પુસ્તકો વેચવાનાં નથી બાબા, મારા વિચારોને ઘેરેઘેર ૫હોંચાડવાના છે. તમારા લોકો માટે મારો એકસૂત્રી કાર્યક્રમ છે. તમે જાઓ અને પોતાની જાતને નિચોવો. તમારા ઘરનો ખર્ચ જો ૧૦૦૦ રૂપિયા હોય તો તેમાં કા૫ મૂકો અને તેમાંથી બચેલા પૈસાને જ્ઞાનયજ્ઞ માટે વા૫રો. મારી આગને ફેલાવી દો. વાતાવરણને ગરમ થવા દો. તેનાથી અજ્ઞાનતાને દૂર કરી દો. તમે લોકો જાઓ અને તમારી જાતને નિચોવી દો. જ્ઞાનઘટના પૈસાનો સદુ૫યોગ કરો. તો શું અમે અમારી ૫ત્નીને વેચી દઈએ ? બાળકોને વેચી દઈએ ? ચૂ૫ કંજૂસ !, ઉ૫રથી કહે છે કે હું ગરીબ છું ! તમે ગરીબ નહિ, કંજૂસ છો !
પ્રતિભાવો