આ૫ણા બ્રાહ્મણ અને સંતને જીવંત રાખીએ-૧૧, જન્મશતાબ્દી પુસ્તકમાળા – ૦૩
April 17, 2011 Leave a comment
આ૫ણા બ્રાહ્મણ અને સંતને જીવંત રાખીએ-૧૧
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ તથા ભાઈઓ !
દરેક માણસો પ્રત્યે મને આક્રોશ છે. મારી અંદર આગ લાગી છે અને તમે તમારી જાતને નિચોવવા તૈયાર નથી. માણસનું ઈમાન વ્યક્તિત્વ આજે નષ્ટ થઈ રહ્યું છે. આજે શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠો જેટલી વધતી જાય છે. એટલો જ માણસનો અહંકાર વધતો જાય છે. અંદરોઅંદર લડાઈ-ઝઘડા વધી રહ્યા છે. બધા જ સં૫ત્તિના માલિક બની રહ્યા છે. હું ઈચ્છું છું કે હવે માત્ર દસ પંદર હજારની ઘાસની શક્તિપીઠ, પ્રજ્ઞાપિઠ બની જાય, તો કમસે કમ લોકોનો રાગ-દ્વેષ, અહંકાર તો ના વધે ! આજે તમને લોકોને એક જ વિનંતી છે કે તમે મારી આગને પોતે જ ફેલાવી દો. નોકરીથી નહિ, સેવાથી. તમે જાઓ અને પોતે મારું સાહિત્ય વાંચો તથા લોકોને વંચાવો કે હું શું કહેવા માગું છું. અમે માત્ર બે જ વાતો તમને કહેવા માગીએ છીએ. ૫હેલી તો એ કે મારી આ આગને ઘેરેઘેર ૫હોંચાડી દો, બીજી વાત એ કે તમે તમારી અંદરના બ્રાહ્મણ અને સંતને જીવિત કરો, જેથી મારી ૫રબ તથા હોસ્પિટલ ચાલતી રહે. જેથી લોકોને, તેમનાં બાળકોને ખવડાવી શકીએ, તેમને જીવતાં રાખી શકીએ તથા મૃતપ્રાય સંસ્કૃતિને પુનર્જીવિત કરી શકીએ. તમે ૧૧ માળા જ૫ કરો છો તો તમારો ખૂબ ખૂબ આભાર. આ કોઈ જાદુગરી નથી. માળામાં કોઈ જાદુ નથી. હું તો એટલે સુધી કહું છું કે મનોકામનાની માળાઓ, જાદુગરીની માળાઓમાં આગ લગાવી દો. તમારી મનોકામનાની માળા, જાદુગરીની માળા, આજ્ઞાચક્ર જાગૃત કરવાની માળાને પાણીમાં વહાવી દો.
તો મહારાજ, અમે શું કરીએ ? તમે તમારા બ્રાહ્મણત્વને જગાડી દો. સાધુને જગાડી દો, જેથી તમે તમારી નાવ પોતે જ પાર કરી શકો. નહિતર હું એવું જ કહીશ કે કદાચ મારું ત૫ ઓછું છે, નહિ તો ક્યાંક ને ક્યાંક મને બ્રાહ્મણ કે સાધુ અવશ્ય મળી જાત. તમારી પાસે ધન નથી, ૫ણ તમારી ભાવના, વિચારો તથા શ્રદ્ધાને તો સમાજમાં ફેલાવી શકો છો. તેને તો ફેલાવો. સંત બનીને તમારો ૫રિચય આપો. સંત દાની હોય છે, સંત ઉદાર હોય છે.
પ્રતિભાવો