આધ્યાત્મિકતાનું અંતિમ પરિણામ છે સ્વર્ગ
April 26, 2011 Leave a comment
જો કોઈ પૂછે મને તો કહું કે સ્વર્ગ આ જ છે, આ જ છે
મિત્રો ! આ જ છે જોવાનો ઢંગ અને રીત. જોવાનો આ જ ઢંગ અને રીત આપણી જો બદલી નાખવામાં આવે અને સુરક્ષિત કરી દેવામાં આવે, તો આપણો આ જીવનક્રમ આનંદ અને ઉલ્લાસથી ભરપૂર હશે. લોકો સ્વર્ગના અને મુક્તિનાં સ્વપ્ના જુએ છે અને વિચારે છે કે મર્યા પછી અમને સ્વર્ગ મળી જાય. મર્યા પછી સ્વર્ગ મળ્યાની આવશ્યકતા ઘણું ખરું તમામ ધર્મોમાં જોવા મળે છે. સ્વર્ગ વિશે જેવું બતાવવામાં આવ્યું છે, તેવું જો હોય તો ઓછામાં ઓછું મારા જેવો માણસ ત્યાં જવાનું પસંદ નહિ કરે. મુસલમાનોના સ્વર્ગ વિશે મેં વાંચ્યું છે અને મને બતાવવામાં આવ્યું છે કે મુસલમાન આવા પ્રકારના સ્વર્ગમાં જાય છે. તેમાં પ્રત્યેક મુસલમાનને શરાબ પીવાની નહેર મળે છે. જ્યારે પણ કંઈ પીવું હોય, જ્યારે પણ નહાવું હોય તો શરાબ.. કોગળા કરવા હોય તો શરાબ. બધી જગ્યાએ શરાબની નહેર વહે છે, ઇચ્છા એટલી શરાબ પીઓ.
આવું સ્વર્ગ ન જોઈએ.
મુસલમાનોના જન્નતમાં સિત્તેર અપ્સરા અને બોતેર ગુલામ પ્રત્યેક માણસને મળી જાય છે. આ અપ્સરા કઈ આવી, આ તો હમણાં આવી હતી. એક મહિનો તો બહુ થઈ ગયો, હવે આને દૂર કરી દો. બીજી અપ્સરા આવી. આ અપ્સરા અમારી સેવા કરશે. બીજા મહિના સુધીમાં આ અપ્સરા થી તો બોર થઈ જશું. ત્યારે આ અપ્સરાને ભગાડી દઈશું. ડિસ્ચાર્જ કરી દેશું, વળી નવી અપ્સરા આવશે, બસ, બધી અપ્સરાઓ સાથે આરામ કરો આપને સિત્તેર અપ્સરા અને બોતેર ગુલામ મળશે. એક ગુલામ પગ દબાવે, એક ગુલામ કપડાં ધોઈને લાવે, એક ગુલામ માથામાં તેલ નાંખે, એક ગુલામ માલિશ કરે.
આવા જન્નતમાં જો મને મોકલી દેવામાં આવે તો મિત્રો ! હું મરી જઈશ. મારો શ્વાસ રૂંધાઈ જશે. રેલગાડી કે મોટરમાં મુસાફરી દરમિયાન જો કોઈ બીડી – સિગારેટ પીવે છે, તો મારું માથું બારી બહાર કાઢવું પડે છે, નાક બંધ કરવું પડે છે. પછી જ્યાં બધા લોકો શરાબ પી રહ્યા હોય, મોંમાંથી દુર્ગંધ આવતી હોય, તો હું શું કરીશ એવા જન્નતમાં જઈને? જ્યારે અપ્સરાઓ આવશે, તો હું કહીશ કે તમે ગાયત્રીનું અનુષ્ઠાન કર્યું હતું કે નહિ? તે કહેશે કે આચાર્યજી ! અમે તો આપને ગીત સંભળાવવા નાચવા – ગાવા આવ્યાં છીએ. તો હું કહીશ કે, હે અપ્સરા ! તું તો મારી દીકરી જેવી છો, જા સ્કૂલમાં ભણવાનું શરૂ કર અને મજા કર. તે કહેશે કે મને કહેશે કે મને ભણતાં આવડે છે ? અમને ભણવાનું ક્યાં શીખવવામાં આવ્યું છે ? અને ગાયત્રી અનુષ્ઠાન ક્યાં શીખવવામાં આવ્યું છે ? અમે તો નાચ- ગાન કરનારી નકામી અને બેકાર સ્ત્રીઓ છીએ.
પ્રતિભાવો