ભગવાનને આ૫ણે ઘડયા છે

ભગવાનને ફોસલાવશો નહિ

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

ભગવાનને આ૫ણે ઘડયા છે

મિત્રો ! ભગવાન માણસ નથી. વળી એ સમજી લો, ભગવાન એક શક્તિનું નામ છે. આ શક્તિને આ૫ણે આ૫ની જરૂરિયાત અનુસાર આ૫ણા ધ્યાનની આવશ્યકતાઓ પૂરી કરવા માટે વ્યક્તિ રૂપે ઘડી લીધી છે. જો દેડકો ભગવાનને બનાવશે, તો દેડકાની રીતે જ બનાવશે અને દેડકા ભગવાનના ભક્ત હશે. આ૫ને ખબર છે કે નહિ, જો ભગવાન દેડકાઓની જમાતમાં જન્મ લે, તો તેઓ દેડકાનો ચહેરો ધારણ કરશે.  જો હરણોની દુનિયા હોય અને હરણોએ ભક્તિનો સિદ્ધાંત શીખી લીધો, તો આ૫ વિશ્વાસ રાખો કે ભગવાન હરણના રૂ૫માં આવશે, માણસના રૂ૫માં નહિ આવે. જો મચ્છરોની દુનિયા થઈ અને મચ્છરોની દુનિયામાં ભગવાનની ભક્તિનો વિસ્તાર જો ફેલાઈ ગયો તો ? ભગવાન શું માણસના રૂ૫માં આવશે ? ના, માણસના રૂ૫ નહિ, મચ્છરના રૂપમાં આવશે. કારણ કે એ જીવ, એ પ્રાણી જે સ્તરના છે, એ જ સ્તરના ભગવાનને ઘડી લેશે. ઘડી લે છે ? અરે બાબા, સાંભળે છે કે નહિ, ઘડી લે છે. આપણે ભગવાનને ઘડેલા છે. શેના ઘડેલા છે? આપણે ભગવાનને ઘડેલા છે. શેના ઘડેલા છે? આપણા ધ્યાનની, ધારણાની, ભાવનાની પરિપુષ્ટિ માટે આપણે ભગવાનને ઘડયા છે.અ તો શું ભગવાનને ચહેરો નથી હોતો ? ના, ભગવાનને ચહેરો હોઈ શકતો નથી.

સાથી !અ જેનો કોઈ ચહેરો હોઈ શકતો નથી, તેને આપ કઈ ચીજ ખવડાવશો ? અરે સાહેબ ! અમે તો ચંદન ચઢાવીશું, અક્ષત ચઢાવીશું….. શું ચઢાવશો અને ક્યાં ચઢાવશો ? ચંદન ચઢાવવાથી, અક્ષત ચઢાવવાથી, ચીજ ખવડાવવાથી, તેની પ્રશંસા કરવાથી તે શું પ્રસન્ન થઈ જશે ? બેટા, એ ચીજો બાળકોને શોભે. ના સાહેબ !અ અમે આપની પ્રશંસા કરીશું. આ પ્રશંસાવાળી વાતાથી મને એક વાર્તા યાદ આવી ગઈ.

ગધેડા અને ઊંટ બંનેનાં લગ્નમાં ગધેડો ગયો. તેણે કહ્યું, ‘અહો રૂપમ્’ અર્થાત્ રૂપ તો બસ આપનું જ. આપના જેવું સુંદર રૂપ તો બીજા કોઈનું છે જ નહિ.  કોના રૂપની વાત થઈ રહી છે ? ઊંટના, આપનો ચહેરો ભગવાને જેવો બનાવ્યો છે તેવા જ આપ છો. જ્યારે ઊંટ ગધેડાના લગ્નમાં ગયું તો તેણે કહ્યું, ‘અહો ધ્વનિ’ અર્થાત્ આપના જેવો ધ્વનિ તો બસ એક કોયલનો છે અને એક આપનો છે. કોનો ? ગધેડાનો. પરસ્પરની આ પ્રશંસા કોની છે ? આપની આપ કહો છો હે ભગવાન ! આપ આવા છો અને ભગતજી, આપ બહુ સારા છો. ભગતજી આપ તો આપ જ છો. આપે કહ્યું કે ભગવાનજી આપ તો આપ જ છો. પ્રશંસાના સહારે, જીભના ટેરવાના સહારે, મંત્રોના સહારે, અક્ષરોના ઉચ્ચારણના સહારે, આપ ભગવાન પાસે બધું જ મેળવી લેવા માગો છો.

More Read :     જન્મ-શતાબ્દી-પુસ્તકમાળા

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: