JS-19. લોકસંગીતનું યુગસંગીતમાં રૂપાંતર, સેવા સાધના, પ્રવચન -૧૦
June 29, 2011 Leave a comment
સેવા સાધના
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ
લોકસંગીતનું યુગસંગીતમાં રૂપાંતર
આ રીતે સંગીતકલાનો વિકાસ કરવો જોઈએ. આ ૫ણ ખૂબ મહત્વનું કાર્ય છે. એનાથી લોકના અંતરને સ્પર્શી શકાય છે. દરેક ગામમાં સંગીતના જાણકાર હોય છે. એ લોકોને આજના જમાનાને અનુરૂ૫ ચીજો શિખવાડવી જોઈએ. વિચારકો પાસે સારા અને સાચા વિચાર નથી. સંગીતકારોને કોઈ જે શિખવાડે તે શીખી લે છે. ખાન ખાઓ, મેવા ખાઓ. આજે પાન ૫ણ કેટલાં બધાં મોદ્યાં થઈ ગયાં છે ! મેવા ક્યાંથી ખાય ? પૈસા હોય તો ખાય ને ? આ રીતે મોમાથા વગરનાં ગીતો ગાતા રહે છે. ગાવાની હવસ પૂરી કરવા મટો રાધા અને કૃષ્ણનાં ગીતો ગાય છે. તેનાથી કામુકતા જ વધે છે.
એના બદલે ગાયકોને એવા વિચાર આપો કે જેથી તેઓ મનુષ્યના ચરિત્રને ઉચ્ચ બનાવે તથા લોકસેવાનો ભાવ જાગ્રત કરે એવા ગીતો ગાય. સંગીતની આવી મંડળીઓ બનાવીને તેમને નવાં નવાં ગીતો શીખવવા જોઈએ. સંગીતકારોએ ગામેગામ જઈને આવું ઉચ્ચ સંગીત લોકોને સંભળાવવું જોઈએ. લોકોમાં સંગીત, નાટક અને અભિનય પ્રત્યે રુચિ જગાડવી જોઈએ. આજે લોકો સિનેમા તરફ વળી ગયા છે. સિનેમા સિવાય બીજું કોઈ મનોરંજન રહ્યું નથી. જો આ૫ણે ઇચ્છીએ તો મનોરંજનની સાથે સાથે શિક્ષણ મળે એવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકીએ.
ગામડાંઓમાં એકાંકી નાટકો ભજવી શકાય. નાની નાની નાટક મંડળીઓ બનાવી શકાય. એનાથી લોકોની કોમળ ભાવનાઓનો વિકાસ કરી શકાય છે તથા તેમનું મનોરંજન ૫ણ કરી શકાય છે. આવું બધું સહેલાઈથી કરી શકાય છે.
ALL POST : જ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…
પ્રતિભાવો