કામધેનુ ગાયનું દૂધ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪
June 30, 2011 Leave a comment
કામધેનુ ગાયનું દૂધ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪
એક દિવસ અમે છ-સાત ભાઈઓ સાથે કોઈ કામે કોસી આવ્યા હતા. એમને હું મથુરા લઈ આવ્યો. મેં એમને કહ્યું, ગુરુદેવનાં દર્શન કરીને જઈશું તેઓ બધા ખુશ થઈ ગયા. અમે ગુરુદેવ પાસે બેઠા હતા. ત્યારે માતાજી બધા માટે એક એક ગ્લાસ દૂધ લઈ આવ્યાં. મેં માતાજીને કહ્યું, હું તો દૂધ નથી પીતો. મારા પેટમાં એનાથી ગેસ થાય છે. ત્યારે મારું વજન ૫ણ વધારે હતું. દૂધ માટે મેં ના પાડી. ગુરુદેવે કહ્યું, દૂધ પી લે બેટા, આ દૂધ નુકસાન નહીં કરે. આ દૂધ કામધેનુનું દૂધ છે. મેં કહ્યું, કામધેનુ ગાયનું દૂધ છે તો તો હું અવશ્ય પીશ.
ગુરુદેવે કહ્યું, બેટા ! કામધેનું ગાયનાં તને દર્શન કરાવું. મેં કહ્યું અવશ્ય, હું કામધેનુ ગાયનાં દર્શન કરીશ. ગુરુદેવે રસોડા પાસે એક પિત્તળનો ઘડો રાખ્યો હતો. તેના તરફ ઇશારો કરીને કહ્યું, આ કામધેનું છે. મેં કહ્યું, આ તો ઘડો છે, ગાય ક્યાં છે ? ગુરુદેવ કહ્યું, બેટા ! અમે અડધો શેર દૂધ મંગાવીએ છીએ અને ર૦૦ રૂપિયામાં એક મહિનો ચલાવીએ છીએ. પાંચ વ્યક્તિ છીએ તાઈ (ગુરુદેવનાં માતાજી) ૫ણ એ વખતે ત્યાં હતાં. બેટા ! સાત જણ તમે છો અને પાંચ અમે કુલ ૧ર જણ છીએ અને અડધો શેર દૂધ છે. માતાજી ઘડાનું પાણી મેળવીને ખાંડ નાખીને તમને પિવડાવી રહ્યા છે. આ કેવી રીતે ગેસ પેદા કરે ? મને ઘણું આશ્ચર્ય થયું કે જેને આખો દેશ ગુરુ માને છે તે તો ર૦૦ રૂપિયામાં આખા મહિનાનું ખર્ચ કાઢે છે. અમારા બાધા ૫ર આનો ખૂબ જ પ્રભાવ ૫ડયો.
ગુરુદેવે કહ્યું, બેટા ! બ્રાહ્મણ એને કહેવાય જે ઓછામાં ઓછા ખર્ચથી પોતાનું ગુજરાન ચલાવે છે. પોતાના માટે સુખ-સુવિધા ઓછી રાખે છે અને બીજાની સુખ સુવિધાનું ધ્યાન રાખે છે. મને ખૂબ જ શરત આવી. અમે બ્રાહ્મણ છીએ જે આડેધડ ખર્ચ કરીએ છીએ અને પોતાને બ્રાહ્મણ કહેવડાવીએ છીએ. મેં કહ્યું, શું ગુરુદેવ દાન નથી આવતું ? ગુરુદેવે કહ્યું, બેટા , દાનના પૈસા ખાવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. મેં ગુરુદેવમાં સાચા બ્રાહ્મણનાં દર્શન કર્યા અને ધન્યતા અનુભવી.
પ્રતિભાવો