સન ૧૯૫૮ નો મહાયજ્ઞ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫
July 2, 2011 Leave a comment
સન ૧૯૫૮ નો મહાયજ્ઞ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫
સન ૧૯૫૮ માં ૧૦૦૮ કુંડીયજ્ઞમાં હું મથુરા આવ્યો. યજ્ઞ સ્થળની આજુબાજુ ઘણાં નગર વસેલાં હતાં. મને એક નગરમાં ઉતારો આપ્યો. પૂજ્યવરે જ્યારે મારા આવવાનાં સમાચાર સાંભળ્યા ત્યારે એમણે રાત્રે ૧૦ વાગે મને ગાયત્રી તપોભૂમિ બોલાવ્યો અને કહ્યું, આ યજ્ઞના રૂપિયા-પૈસાનો હિસાબ તારે રાખવાનો છે. હું નવો હતો. જૂના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો કે નવા ભાઈને રૂપિયા પૈસાના હિસાબનું કામ ન સોં૫વું જોઈએ. કોણ જાણે ગુરુદેવને મારા ૫ર એટલો વિશ્વાસ કેવી રીતે આવી ગયો ? દ્વારિકાપ્રસાદ ડબરાથી આવ્યા હતા. એમની મેં મદદ લીધી અને અંગત માનીને એમને મારા સહયોગી બનાવ્યા. યજ્ઞશાળા ખૂબ જ સુંદર હતી. ભોજનનું કામ ચાલી રહ્યું હતું. જયાં ગુરુદેવ જતા હતા ત્યાં હું એમની સાથે રહેતો હતો અને જે પૈસા એમના ચરણોમાં આવતા હતા એને હું મારી પાસે જમા કરતો હતો. દાનના પૈસા ૫ણ મારી પાસે જ આવતા હતા. ૫રંતુ મેં હિસાબ લગાવ્યો કે લગભગ પાંચ લાખ લોકો આ યજ્ઞમાં અવશ્ય આવ્યા હશે. મારી પાસે જે દાનના પૈસા ગુરુદેવના ચારણોમાં આવ્યા હતા તે એટલાં હતા કે જેટલાં નગરોમાં ટેન્ટ બન્યા હતા, યજ્ઞશાળા બની હતી એની ચુકવણી કરી દીધી હતી. મેં હિસાબ લગાવ્યો કે પાંચ લાખ લોકોથી ઓછા નહીં વધારે હશે.
મેં ગુરુદેવને પૂછયું, આ બધા લોકોના ખાવા પીવાનું ખર્ચ કેવી રીતે નીકળ્યું એ વાત મારી સમજમાં આવતી નથી. તેઓ બોલ્યા – બેટા ! તુ તો હિસાબના ચક્કરમાં ૫ડયો. અરે, આ તો ભગવાનનું કામ હતું અને ભગવાને પૂરું કરી દીધું. મેં વિચાર્યું, જે વ્યક્તિ ર૦૦ રૂપિયામાં મહિનાનો ઘર ખર્ચ કાઢે છે અને એક તૂટેલા મકાનમાં રહે છે એની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા. મેં સમજી લીધું કે આ વ્યક્તિ નથી, ઈશ્વરીય શક્તિ છે. એ દિવસથી હું ગુરુદેવમાં ગાયત્રી માતાનાં દર્શન કરતો હોત. એ દિવસથી ગુરુદેવ-માતાજી પ્રત્યે મારી શ્રદ્ધા હજાર ગણી વધી ગઈ.
પ્રતિભાવો