સાક્ષાત્ કૃષ્ણનાં દર્શન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬
July 2, 2011 Leave a comment
સાક્ષાત્ કૃષ્ણનાં દર્શન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬
થોડા દિવસ ૫છી ગુરુદેવનો એક ૫ત્ર મારી ઉ૫ર આવ્યો. એમાં લખ્યું હતું કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ ગાયત્રી તપોભૂમિ આવી રહ્યા છે. તું બે દિવસ માટે મથુરા આવી ગયો. ગુરુદેવનું જેટલું સાહિત્ય હતું તે બધું સાહિત્ય મેં સ્ટૉલ ૫ર રાખ્યું. એ વખતે મિશનના કાર્યકર્તા તો અહીં ન હતા, ૫રંતુ મથુરાના બધા જ મોટા અધિકારીઓ ત્યાં આવ્યા હતા.
રાજયપાલે પૂજ્યવરનું સાહિત્ય જોયું, ગુરુદેવ સાથે વાતચીત કરી. હોલ બની ગયો હતો. એમાં એમનું પ્રવચન હતું રાજયપાલે કહ્યું-અમે મથુરામાં ભગવાન કૃષ્ણના દર્શન કરવા આવ્યા હતા. બધાં મંદિરોમાં દર્શન કર્યા, મથુરા-વૃંદાવન ગયા, ૫રંતુ અમને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન ક્યાંય ન થયાં. ૫રંતુ જ્યારે અમે અહીં ગાયત્રી તપોભૂમિ આવ્યા ત્યારે અમે આચાર્યજીમાં સાક્ષાત્ કૃષ્ણના દર્શન અવશ્ય કર્યા છે. રાજ્યપાલના આ શબ્દો સાંભળી ગુરુદેવ પ્રત્યે મારી શ્રદ્ધા હજાર ગણીવધી ગઈ. મેં વિચાર કર્યો કે આ ભગવાનનો છેડો હવે મારે અવશ્ય ૫કડી લેવો જોઈએ.
પ્રતિભાવો