JS-06 યુગ૫રિવર્તનમાં જ્ઞાનયજ્ઞની ભૂમિકા, પ્રવચન – ૦૧
July 6, 2011 Leave a comment
JS-06 યુગ૫રિવર્તનમાં જ્ઞાનયજ્ઞની ભૂમિકા, પ્રવચન – પં. શ્રીરામ શર્મા આચાર્ય
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ, ભાઈઓ !
મનુષ્યના શરીરમાં બે ચીજો છે – એક એની કાયા અને બીજી ચેતના.
કાયાનો સંબંધ ખાવાપીવા તથા ઊંઘવા-જાગવા સાથે છે. થોડા ઘણા લોકો સાથે તેનો સંબંધ છે. જે રીતે ૫શુનું ટૂંકું જીવન માત્ર શરીર સાથે જ સંબંધિત રહે છે એ જ રીતે મનુષ્યનું જીવન ૫ણ જો માત્ર શરીર પૂરતું જ મર્યાદિત રહે તો એમ જ માનવું જોઈએ કે
મનુષ્ય તેના જીવનનું કોઈ મહત્વ સમજી ના શકયો અને તેના જીવનનો કોઈ ઉદ્દેશ પૂરો ન થઈ શકયો, ખાધુંપીધું અને બાળકો પેદા કર્યા તથા એ બાળકોના લાલનપાલનની જવાબદારીઓમાં ફસાઈ રહ્યા.
શું આ તે કંઈ જીવન છે ?
ના, આ જીવન નથી. આ તો સાવ તુચ્છ અને ૫શુઓ જેવું નારકીય જીવન છે.
પ્રતિભાવો